CM Bhupendra Patelએ હસતા હસતા સાચી વાત કહી દીધી..! કહ્યું ‘પહેલા રોડ બનાવામાં આવે અને પછી ગટરવાળો આવી જાય’


  • Published By :
  • Published Date : 2024-01-03 08:57:23

એક સમસ્યાનો સામનો અનેક લોકો કરતા હશે એ છે ખરાબ રસ્તાનો. ખરાબ રસ્તાને બદલે સારો રસ્તો બનવો જોઈએ તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે. અનેક જગ્યાઓ પર સારા રસ્તા બનાવાની કામગીરી પણ શરૂ થઈ જાય છે, રસ્તો આખો બની જાય છે પછી તંત્રને યાદ આવે છે ગટરની લાઈન તો નાખવાની જ રહી ગઈ..! તંત્રને જ્યારે આ આદ આવે છે તો  નવો બનેલો રસ્તો તોડી નખાય છે. અનેક વખત આવું થતું આપણે જોયું પણ હશે. જ્યારે રસ્તાનું કામ ચાલતું હશે ત્યારે તમે પણ કદાચ મનમાં એક બે વાર તો કીધું હશે કે થોડા દિવસો બાદ રસ્તાને તોડી ખાડો કરવામાં આવશે અને જે કામ કરવાના બાકી હશે તે કરવામાં આવશે.

હસતા હસતા મુખ્યમંત્રીએ કરી અધિકારીઓને ટકોર 

સરકારી કામ માટે આવો અભિગમ સામાન્ય માણસના માનસ પર જોવા મળતો હોય છે. જ્યારે કોઈને સરકારી કામ માટે ઓફિસ જવાનું હોય છે ત્યારે તે મનમાં વિચાર કરતો હશે કે અનેક ધક્કા ખાવા પડશે તે બાદ તો કામ પૂર્ણ થશે. હસતા હસતા અનેક વખત આપણા વડીલો આપણને કટાક્ષ કરતા હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી છે.   સરકારી કામોમાં ગુણવત્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત ટકોર કરી છે. 


ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે - મુખ્યમંત્રી 

છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અનેક એવા નિવેદન આપે છે જેની ચર્ચા થતી હોય છે. ટકોર કરે છે પણ સારા શબ્દોમાં! પોતાના નિવેદનમાં આડકતરી રીતે તેમણે ટકોર કરી કે આયોજન વગરનું કામ નહીં ચલાવી લેવામાં આવે. કામની ગુણવત્તાને લઈ મુખ્યમંત્રીએ નિવેદન કરતાં કહ્યું, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કામ બે મહિના મોડું થાય તો ચાલે પણ કામની ગુણવતા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે. એક્શન ન લેવા પડે અને સારું કામ થાય તે બાબતનું ધ્યાન રાખવું પડશે. એક્શન લેવા પડે તો લેવા માટે પણ આપણે અચકાશું નહીં, રાજ્યની મહાનગરપાલિકાઓ અને  નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

મેયર, ધારાસભ્ય તેમજ કમિશ્નરને કરી ટકોર  

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ. મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશ્નરને ટકોર કરતાં કહ્યું,  મેયર થઈ જાય એટલે પોતાના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે. ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા પર કબજો જમાવે તેવું પણ ન ચાલે. પહેલા રોડ બનાવવામાં આવે અને બાદમાં ગટર વાળો આવી જાય, આ બાબતે પછી સાંભળવું તો પડે જ છે. માત્ર નગરપાલિકા જ નહીં પણ સરકારે પણ આ મુદ્દે સાંભળવું પડે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે