રાજ્યમાં પાણીની સમસ્યા મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક, પાણી વિતરણ માટે સરકારે કર્યું આવું આયોજન


  • Published By :
  • Published Date : 2023-05-24 20:49:29

ગુજરાતમાં પાણીની સમસ્યા ચિંતાનો વિષય બની છે, ઉનાળામાં પાણીની તંગી અને જળશયોમાં પાણીની સ્થિતિ અંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. જેમાં રાજ્યના દરેક નાગરિકને પૂરતું પાણી મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા-વિચારણા કરાઈ હતી. આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પાણી વિતરણ માટે આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. 


72 જળાશયોમાં પાણીનો પુરતો પુરવઠો


ગુજરાતના હાલ 72 જળાશયો આધારિત જે જુથ યોજનાઓ પાણી મેળવે છે, તે તમામ જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી આરક્ષિત કરવામાં આવ્યું છે. ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે રાજ્યના 13 જિલ્લાઓમાં 325 નવીન ટ્યુબ વેલ પણ સારવામાં આવી છે તેમજ 432 નવીન મિનિ યોજનાઓ પણ કાર્યરત કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યના નર્મદા આધારિત 10,040 ગામ અને અન્ય સરફેસ સોર્સ આધારિત 4420 ગામને મળી કુલ 14,460 ગામને પાણી પુરવઠો પૂરો પાડવા 266 જુથ યોજનાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેતા ગામો મીની યોજના, ટ્યુબ વેલ,કુવા,હેન્ડ પમ્પ જેવા સ્થાનિક સોર્સ આધારિત સ્વતંત્ર યોજના મારફત પાણી મેળવી રહ્યા છે. 


3000 જેટલા ડી.ટી.એચ. બોર બનાવવાનું આયોજન 


રાજ્યમાં આગામી દિવસોમાં જરૂરિયાત પ્રમાણે નવા 200 ડી.આર. બોર તેમજ 3000 જેટલા ડી.ટી.એચ. બોર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલની ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે 14 જિલ્લાઓમાં 187 જેટલી ટીમ નિયુક્ત કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારની આંતરિક પાણી વિતરણની યોજનાઓ સંભાળતા ઓપરેટરોને આઇ.ટી.આઇ. મારફત તાલીમ આપી, જરૂરી સાધનોની ટૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર 15 દિવસે આ ઓપરેટરોને જુથ યોજનાના હેડવર્કસ પર રિફ્રેશર તાલીમ પણ આપવામાં આવે છે.


ટેન્કરથી પાણી પૂરું પડાશે


રાજ્યના અગરિયાઓને દરિયા કાંઠે પણ પીવાનું પાણી પૂરું પાડવા માટે ટેન્કરનું આયોજન કરવામાં આવ્યુ છે, તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પાવર વિક્ષેપ,લોકલ સોર્સમાં પાણીના નીચા સ્તર,પાઈપલાઈનમાં ભંગાણ,અગરિયા વિસ્તારમાં જુથ યોજનાની કનેક્ટીવીટીનો અભાવ અને કેટલીક જગ્યાએ જુથ યોજનાની કામગીરી પ્રગતિમાં હોવા જેવા વિવિધ ટેકનીકલ કારણોસર ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં મુખ્યત્વે દેવભૂમિ દ્વારકા, ભુજ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં ટેન્કરથી પાણી પૂરું પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.


સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2100 એમ.એલ.ડી. જેટલું પાણી વિતરણ

 

પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફત હાલ સરેરાશ 2100 એમ.એલ.ડી. જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. જ્યારે ભાવનગર જિલ્લાના બુઘેલથી બોરડા સુધીની ૫૫ કિ.મી બલ્ક પાઇપલાઇનના કામો પૂર્ણ કરી વધારાનું 180 એમ.એલ.ડી. પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આદિવાસી જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારની આંતરિક વિતરણ યૉજનાઓમા લીકેજ અથવા રીપેરીગ જણાય તો ટોલ ફ્રી નંબર 1916 ઉપર ફરીયાદ મળ્યેથી વાસ્મો દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .