દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા CNG પંપોના માલિકો કાલે હડતાળ પર ઉતરશે, હડતાળનું કારણ આ છે


  • Published By :
  • Published Date : 2023-02-05 21:01:22

CNG ગેસના વેચાણમાં કમિશનના વધારાની માગ સાથે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપ હડતાળ કરશે. CNG પંપ માલિકોના એસોસિએશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલે દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ પર ગેસ વિતરણનું કામ બંધ રહેશે. CNG પંપ માલિકોના એસોસિએશન તેવી પણ જાહેરાત કરી છે કે જો  માંગણી નહીં સ્વીકારાય તો આગામી 16મી ફેબ્રુઆરીથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે. કેન્દ્ર સરકારના આદેશ બાદ પણ કમિશનમાં વધારો થયો નથી તેવો CNG ડીલર્સ એસોસિએશને ઓઇલ કંપનીઓ પર આરોપ લગાવ્યો છે.


CNG વાહન ચાલકોને હાલાકી


દક્ષિણ ગુજરાતમાં એક સાથે  400 જેટલા CNG પંપ માલિકોની હડતાળની જાહેરાતે ચિંતા વધારી છે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે તો CNG વાહન ચાલકો જેવા કે રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્ રાખવાની પણ ડીલર્સ એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે. સુરત, નવસારી, ભરૂચ, અંકલેશ્વર સહિતના શહેરોમાં લોકોને હાલાકી ભોગવવી પડશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.