Surat નજીક Double Decker Trainના ડબ્બાઓ અચાનક છૂટા પડી ગયા, મુસાફરો અધ વચ્ચે અટવાયા..!


  • Published By :
  • Published Date : 2024-08-15 13:05:36

ટ્રેનની મુસાફરીને એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. અકસ્માત થવાનો ખતરો ઓછો હોય છે તેવું સામાન્ય રીતે લોકો માને છે..પરંતુ આજકાલ અનેક ઘટનાઓ, અનેક ટ્રેન અકસ્માત સામે આવી રહ્યા છે જેને જોઈ એવું લાગે કે ટ્રેન પણ હવે સુરક્ષિત રહી નથી.. સુરત નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના થતા રહી છે.. અમદાવાદથી મુંબઈ જતી ડબર ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા.. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.. 


2 જેટલા ડબ્બા છૂટા પડ્યા હોવાની માહિતી!

આ ઘટના સુરતના ઓલપાડના ગોથાણ નજીક કપલિનમાં બની છે.. ટ્રેનના અનેક ડબ્બાઓ છૂટા પડી ગયા જેને કારણે મુસાફરો પરેશાન થઈ ગયા.. કદાચ તેમને સમજમાં પણ નહીં આવ્યું હોય કે આ થયું શું? ટ્રેનના ડબ્બા છૂટા પડી જતામુસાફરો અધવચ્ચે અટવાઈ ગયા.. ઘટનાની જાણ થતા વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળ  પર પહોંચી છે અને આ ઘટના કેવી રીતે બની તે અંગેની તપાસ શરૂ કરી દીધી છે.. પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935) ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા.


ટ્રેનમાં ટેક્નીકલ ખામીને કારણે આ ઘટના સર્જાઈ હોવાનું અનુમાન!

રેલવેની ટેક્નિકલ ટીમ નિરીક્ષણ માટે ઘટના સ્થળ પર પહોંચી છે અને જાણવાની કોશિશ કરી રહી છે કે કઇ રીતે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હોઈ શકે છે..  માહિતી અનુસાર આ ઘટનાની અસર બીજી બધી ટ્રેનો પર પણ પડી છે. છૂટા પડેલા ડબ્બાઓને જોડવાની કામગીરી ચાલી રહી છે.. મહત્વનું છે કે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે સામાન્ય માણસને અનેક અગવડનો સામનો કરવો પડે છે.. ત્યારે આ ઘટના અંગે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે