મુંબઈમાં 502 કરોડ રૂપિયાની કિંમતનું 50.23 કિલો કોકેઈન ઝડપાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:29:11

મુંબઈમાં DRIએ ફરી એક વખત ડ્રગ્સની મોટી ખેપ પકડી છે. આ 50.23 કિલો કોકેઈન સફરજનના કન્ટેઈનરમાં દક્ષિણ આફ્રિકાથી છુપાવીને લાવવામાં આવ્યું હતું. DRI મુંબઈ ઝોનલ યુનિટને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. DRIએ ગુપ્ત માહિતીના આધારે આફ્રિકાથી આયાત કરવામાં આવેલા નાશપતિ અને સફરજન ભરેલા એક કન્ટેઈનરને ન્હાવા શેવા બંદર પર રોક્યું હતું. બાદમાં તેની તપાસ કરતા ડ્ર્ગ્સનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. આ 50.23 કિલો કોકેઈનના જથ્થાની કિંમત આતરરાષ્ટ્રિય માર્કેટમાં  502 કરોડ રૂપિયા જેટલી થાય છે.


સફરજનના બોક્સમાં કોકેઈનથી બનેલી ઈંટો છુપાવી 


DRIની ટીમે જ્યારે કન્ટેઈનરની  તપાસ કરી તો તેમાંથી સફરજનના બોક્સની અંદર કોકેઈનથી બનેલી ઈંટો હતી. આ દરેક ઈંટનું વજન લગભગ એક કિલો હતું. આ કોકેઈન તે આયાતકારના નામ પર આયાત કરવામાં આવ્યું હતું જેને આ પહેલા પણ DRIએ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા સંતરાની ખેપથી 198 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન અને 9 કિલોગ્રામ કોકેઈન સાથે મુંબઈના વાશીમાં ધરપકડ કરવામાં આવી હતી. કોકેઈનના સ્મગલરની NDPS કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .