Mahisagarમાં ફરી એક વખત થયો આચારસંહિતાનો ભંગ, ભાજપની ચૂંટણી સભામાં દેખાયા હોમગાર્ડઝ કમાન્ડર... શિક્ષણ મંત્રી પણ હતા હાજર


  • Published By :
  • Published Date : 2024-05-03 15:32:36

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે.. થોડા દિવસ બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે.. ચૂંટણી જ્યારથી જાહેર થાય છે ત્યારથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે... પરંતુ અનેક વખત આચાર સંહિતા ભંગ કરતા સરકારી કર્મચારીઓ દેખાતા હોય છે.. થોડા સમય પહેલા આચારસંહિતા ભંગ કરતા શિક્ષક દેખાયા હતા ત્યારે હવે પોલીસકર્મી આચાર સંહિતા ભંગ કરતા દેખાયા છે... મહિસાગરના કડાણા તાલુકામાં યોજાયેલી શેરી સભામાં હોમગાર્ડ કમાન્ડર દેખાયા હતા.. 

હોમગાર્ડ કમાન્ડરે કર્યો આચારસંહિતાનો ભંગ! 

લોકસભા ચૂંટણી નજીક છે... રાજકીય પાર્ટીના નેતાઓ પ્રચાર કરતા દેખાય છે... કોઈ વખત જાહેર સભા યોજાય છે તો કોઈ વખત શેરી સભા યોજાય છે...આ સભાઓમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર હોય છે.. પરંતુ અનેક વખત કર્મચારીઓ પણ આવી સભાઓમાં દેખાય છે.. જો આચારસંહિતાનો ભંગ થાય છે તો કર્મચારીઓ વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થાય છે. થોડા સમય પહેલા શિક્ષક દ્વારા આચારસંહિતા ભંગ કરવામાં આવી હતી ત્યારે આ વખતે હોમગાર્ડ કમાન્ડર શેરી સભામાં દેખાયા હતા...


આચારસંહિતાનો કરાયો ભંગ!

મહીસાગરના કડાણા તાલુકાના મુનખૂટના મુવાડા ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શેરી સભાનું આયોજન કરાયું હતું.. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત હતા.. ભાજપની સભામાં હોમગાર્ડ કમાન્ડર તરીકે ફરજ બજાવતા જતીન જોશી જોવા મળ્યા હતા.. તે યુનિફોર્મ ડ્રેસ પહેરીને ત્યાં હાજર હતા.  ત્યારે જોવું રહ્યું કે ચૂંટણી પંચ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે...   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે