Gujaratમાં ગુલાબી ઠંડીનો અહેસાસ, અનેક શહેરોમાં તાપમાન ઘટ્યું, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-31 10:56:23

રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ધીમી ગતિએ શિયાળો ગુજરાતમાં દસ્તક આપી રહ્યો હોય તેવું લાગે છે. પહેલા વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થતો હતો. બપોરના સમયે તાપમાન પણ વધારે નોંધાતું હતું. ત્યારે હવે બપોરના સમયે પણ ઓછી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો 18 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. આ સાથે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે તેવું કહીએ તો અતિશયોક્તિ ના લાગે. 

Navratri 2022: Home Department Issues Circular Regarding Loud Speaker  Timings During Navratri And Dussehra | Navratri 2022: નવરાત્રી અને દશેરામાં  લાઉડ સ્પીકર વગાડવાનો સમય નક્કી થયો, ગૃહ વિભાગે ...

નવરાત્રીમાં વરસાદની આગાહી કરાઈ હતી પરંતુ તે ખોટી સાબિત થઈ! 

ચોમાસાએ સત્તાવાર રીતે તો ગુજરાતમાંથી ઘણા સમય પહેલા વિદાય લઈ લીધી હતી. વરસાદની શક્યતા નહીંવત છે તેવી વાતો, તેવી આગાહી અનેક વખત સાંભળી હશે. તે બાદ ચક્રવાતની આગાહી કરવામાં આવી. અરબ સાગર તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ચક્રવાત આવવાની ભીંતિ સેવાતી હોય છે. થોડા સમય પહેલા એવું મનાતું હતું કે ચક્રવાત 'તેજ' ગુજરાતના વાતાવરણમાં પલટો લાવી શકે છે. જો ચક્રવાત તેજ ગુજરાતમાં ટકરાશે તો બિપોરજોય જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પરંતુ ચક્રવાત તેજ ગુજરાતમાં ન આવ્યું. નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી પરંતુ તેમની આગાહી ખોટી પડી. માત્ર કોઈ કોઈ જગ્યાએ વરસાદ પડ્યો હોય તેવી માહિતી સામે આવી હતી. 

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન "૯"  ડીગ્રીએ પહોંચી ગયું...!!

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ગુજરાતના અનેક ભાગોમાં પડેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ડીસામાં 20.8, નલિયામાં 20.2, ગાંધીનગરમાં 18.4, સુરતમાં 21.7, વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વલસાડમાં 18 ડિગ્રી, રાજકોટમાં 21.6 ડિગ્રી, કેશોદમાં 20.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સિવાય પણ ગુજરાતના અનેક ભાગોમાં ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.  

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ક્યાં સુધી માવઠાનો માર સહન કરવો પડશે? - ambalal  patel weather prediction for march april and may News18 Gujarati

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઈ આગાહી કરી છે. કડકડતી ઠંડીનો અહેસાસ ક્યારથી થશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના પ્રમાણે નવેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહી શકે છે.પરંતુ ધીરે ધીરે શિયાળો કાતિલ બની જશે. તેમના પ્રમાણે આગામી દિવસોમાં ચક્રવાત આવવાની સંભાવના પણ છે. ભારતના અનેક રાજ્યો પર આ ચક્રવાતની અસર જોવા મળી શકે છે. 

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? 

અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે.  05 થી 09 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન આંશિક વાદળછાયું તેમજ આશિક ભેજવાળું રહે તેવી શક્યતા છે, તા. 07 થી 09 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભેજનું અને વાદળામાં વધારો થાય તેવી શક્યતા છે, એકલ દોકલ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. 



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..