ગાત્રો થીજાવતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-15 19:41:42

રાજ્યમાં હાંડ થિજાવતી ઠંડીથી લોકો પરેશાન છે ત્યારે હવામાન વિભાગે લોકોની ચિંતા વધારતી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે અને લોકોને ઠંડીના પ્રકોપનો સામનો કરવાનો રહેશે.Cold day, cold wave conditions to grip Northwest India this week: IMD |  Deccan Herald


નલિયા 1.2 ડિગ્રી સાથે ઠંડુંગાર


ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાતા ગુજરાતની ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં 1.2 ડીગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. કચ્છમાં તો કોલ્ડવેવની પણ શક્યતા છે. અબડાસા-નખત્રાણા વિસ્તારમાં બરફની ચાદર પથરાઇ હતી. બનાસકાંઠાના લાખણીમાં તો ઠંડીના કારણે બરફનું પાતળું સ્તર જામી ગયું હતું. અમદાવાદમાં 10 ડીગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 8 ડીગ્રી તાપમાન સાથે ઠંડીમાં વધારો થતા લોકો ઠુંઠવાયા હતા. 


માઉન્ટ આબુમાં ઠંડીનો 28 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો


માઉન્ટ આબુમાં ઠંડીનો રેકોર્ડ તુટ્યો છે,આ પહેલાં 12 ડિસેમ્બર 1994નાં તાપમાન માઈનસ 7.4 ડિગ્રી થયું હતું. વરસાદી નાળા, વાસણોમાં પણ બરફ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આબુમાં આવનારાં 4 દિવસો સુધી કકડતી ઠંડી વરસવાની છે. ન્યૂનતમ તાપમાન માઈનસ પર સ્થિર રહેશે. 19 જાન્યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થશે અને લોકોને થોડી રાહત મળશે. હવામાન કેન્દ્ર  જયપુરનાં નિર્દેશકે જણાવ્યું છે કે રાજસ્થાનમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન માઉન્ટ આબુમાં નોંધાયું છે. માઉન્ટ આબુ ઊંચાઈ પર આવેલો પ્રદેશ છે તેથી અહીં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે