ભરૂચના જંબુસરમાં નરાધમોએ બે બહેનોને નશાકારક ઈન્જેકશન આપી દુષ્કર્મ આચર્યું, કોંગ્રેસના આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-12-07 21:48:33

રાજ્યમાં સબસલામતા દાવાને પડકાર આપતો કિસ્સો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બન્યો છે. જંબુસર તાલુકાની બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયાનો બનાવ બનતા ચકચાર મચી છે. નરાધમોએ બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં લઈ જઈ નશાકારક ઈન્જેકશન આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા જંબુસર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકારને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. 


વિડીયો વાઇરલ થતાં આ દુષ્કર્મનો પર્દાફાશ 


રાજ્યના જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી બે બહેનોનું 26 દિવસ પૂર્વે અપહરણ કરવામાં આવ્યું હતું,  રાત્રીના સમયે ભડકોદ્રા ગામનો  યાસીન ખાલીદ ચોક અને નઈમ તેઓની  કારમાં ઉઠાવી ગયા હતા, બંને બહેનોનું અપહરણ કરી તેઓને કાવી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ જઈ ગયા હતા. ફાર્મ હાઉસમાં લઈ ગયા પછી યાસીને બંને બહેનોને નશાકારક ઇન્જેક્શન આપ્યા હતા. જંબુસરના કાવીમાં બે મહિલાએ તેમના પર થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. બે મહિલા પર દુષ્કર્મ થયાનો ગુનો નોંધાયાની પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ આવી છે. મહિલાને નશાકારક પદાર્થનું ઇન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ નશાકારક ઇન્જેક્શન સાથે મહિલાનો વિડીયો વાઇરલ થતાં આ દુષ્કર્મનો પર્દાફાશ થયો હતો. આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદમાં સરકારને સવાલોમાં ઘેરી હતી 


બે આરોપીની ધરપકડ


નરાધમોએ નશાકારક ઈન્જેક્શન આપ્યા પછી બાદ મોટી બહેન સાથે યાસીને અને નાની બહેન સાથે નઈમે દુષ્કર્મ ગુજાર્યું હતું. બે બહેનોનું અપહરણ અને  દુષ્કર્મ ની ચકચારી ઘટનામાં જંબુસરના માઝ નામના આરોપીએ બંને બહેનોને નશાયુક્ત ઇન્જેક્શન આપતો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જ્યારે ચોથા આરોપી અનસે આ ત્રણેયની મદદ કરી હતી. આ મામલે  જંબુસર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.


દીકરીઓની સલામતી મોટો પડકાર


ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું છેકે, ગૃહ વિભાગ આ મામલે તાત્કાલિક પગલાં ભરે. 'સરકારે સુરક્ષાની મોટી વાતો કરી અને ખોટા દાવા કર્યા' છે. વધુમાં મનીષ દોષીએ એવો પણ આક્ષેપ કર્યો છેકે, રાજ્યનો ગૃહ વિભાગ ભ્રષ્ટ્રાચારનું એપી સેન્ટર બની ગયો છે. રાજ્યમાં બેફામ ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. 'ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી મોટો પડકાર' બની ગઈ છે. બહેન દીકરીઓ પર થતા અત્યાચાર સામે પોલીસ પગલા ભરે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.