Cadilaના સીએમડી Rajiv Modi વિરૂદ્ધ કરાઈ જાતિય સતામણીની ફરિયાદ, અરજદારે ખખડાવ્યા Highcourtના દ્વાર, જાણો શું સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-11-22 10:37:38

કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી વિરૂદ્ધ જે મહિલાએ જાતીય સતામણીની ફરિયાદ કરી છે તે તેમની પર્સનલ આસીસ્ટન્ટ છે. પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરી રહેલી યુવતી મૂળ બલ્ગેરિયાની છે. આ અંગેની ફરિયાદ ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધાવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે કાર્યવાહી પણ શરૂ થઈ ગયો હોય તેવી માહિતી સામે આવી છે. જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો હતો અને યુવતીની અરજી પર વધુ સુનાવણી ૪થી ડિસેમ્બરથી હાથ ધરવામાં આવશે. 

gujarat famous pharma company cadila CMD rajiv modi accused of sexual  harrasment

અરજદારે શું કરી છે અરજી? 

જે અરજી કરવામાં આવી છે તેમાં એવી અરજ કરવામાં આવી છે કે કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ  IPCની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ  પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે. ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીએમડી સાથે તેને બહાર પણ જવું પડતું હતું. વર્ષ 2022માં તે કેડીલા ફાર્મમાં કંપનીના સીએમડીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઈ હતી. એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં અરજદારની સાથે ખરાબ રીતે વર્તન કરતા હતા.  


અંતે અરજદારે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર 

અરજદારે પોતાની ફરીયાદ દાખલ કરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા. વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી નથી. અનેક વખત આ મામલે તેમણે રજૂઆત કરવા માગી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં અરજદારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેની પણ સૌની નજર છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.