Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhanani સામે નોંધાઈ ફરિયાદ! જાહેર સભામાં બોલ્યા હતા હરખપદુડા શબ્દ..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-03 14:51:11

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.. ઉમેદવારો દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પરંતુ પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદન વિવાદને આમંત્રણ આપે છે.. થોડા સમય પહેલા રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...

પરેશ ધાનાણીએ જાહેરસભામાં કહ્યું હતું કે... 

રોજકોટ શહેરના વોર્ડ-2માં પરેશ ધાનાણીએ જાહેરસભા સંબોધી ત્યારે આ ભાષણ આપ્યું હતું... અને પાટીદાર આંદોલનને યાદ કરતા ક્ષત્રિય આંદોલનને આવરી લેતી વાતો આ ભાષણમાંથી કરી હતી.. અને કહ્યું હતું કે અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું.. હવે આ હરખપદુડા શબ્દ બોલાવાના કારણે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે..  


આચારસંહિતા ભંગની નોંધાઈ ફરિયાદ!

ચૂંટણી ટાણે વિવાદાસ્પદ નિવેદનોની જાણે હોડ મચી હોય તેમ એક પછી એક નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. રાજકોટની એક સભામાં પરેશ ધાનાણીએ પ્રવચનમાં કહ્યું હતું કે, અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું. આ જ ભાજપે 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા.... પરેશ ધાનાણીએ કરેલા આ નિવેદન બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જે બદલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેમને નોટિસ આપવામા આવી છે...



હરખપદુડા શબ્દને લઈ ભાજપે ઉઠાવ્યો વાંધો!

ભાજપ દ્વારા આ હરખપદુડા શબ્દ સામે વાંધો ઉઠાવી આચારસંહિતા ભંગ અંગે કલેકટર તંત્રને ફરીયાદ કરી હતી. આ ફરીયાદ બાદ રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા આ હરખપદુડા શબ્દના ઉપયોગ અંગે એઆરઓને તપાસ સોંપી પરેશ ધાનાણીને નોટીસ ફટકારવા અને તેમને સાંભળી બાદમાં નિર્ણય લઇ રીપોર્ટ કરવા એઆરઓને આદેશો કર્યા છે.... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.