ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપરલીક થયાનો યુવરાજસિંહનો આક્ષેપ


  • Published By :
  • Published Date : 2023-03-27 17:18:02

રાજ્યમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અવારનવાર લીક થતા રહે છે પણ હવે બોર્ડની પરીક્ષામાં પણ છબરડા સામે આવી રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં હોબાળો મચ્યો છે.


પેપર સોશિયલ મીડિયામાં વાયરલ


ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થતાં હંગામો મચી ગયો છે. આપના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહે તેમના ટ્વીટર હેન્ડલ પર આ વાયરલ પેપરની કોપી મુકીને પેપરલીક થયાનો આક્ષેપ કર્યો છે. યુવરાજ સિંહનો દાવો છે કે આ કોમ્પ્યુટરનું પેપર અમરેલીના સાવરકુંડલા પરીક્ષા સેન્ટર પરથી લીક થયું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર કેમ લીક થયું તેને લઈ સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્ર વહેતું થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી છે. આ પેપર સોશિયલ મીડિયામાં વહેતુ કરનાર દોષિત સામે કાનૂની પગલાં ભરવાની માગ ઉઠી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે