જૂના સચિવાલયમાં લાગેલી આગમાં પોતાનો ફાયદો શોધતું કોંગ્રેસ-આપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:49:07

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નાની નાની વાતોમાં પણ વિવાદો છેડાઈ રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો રાજકીય પાર્ટી છોડી નથી રહ્યા. ત્યારે કાલે જૂના સચિવાલય બ્લોક નં.16 માં એકા એક આગ લાગી ગઈ હતી. જેને લઈ ભાજપ પર કોંગ્રેસ આરોપ લગાવ્યા હતા અને તે બાદ આમ આદમી પાર્ટી પણ આરોપ લગાવી રહી છે. બંને પાર્ટીનું કહેવું છે કે આ આગ લાગી નથી પરંતુ લગાવવામાં આવી છે. 

આમ આદમી પાર્ટીએ પણ ભાજપ પર કર્યા પ્રહાર

ગાંધીનગર ખાતે આવેલી જૂની સચિવાલયના બ્લોક નં.16માં એકાએક આગ ફાટી નીકળી હતી. વિકાસ કમિશનર ઓફિસમાં આગ લાગતા ઓફિસમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ બળી ગયા હતા. સરકારી ફાઈલો તો બળી ગઈ પરંતુ તેની પર રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા કહ્યું કે સૌને લાગ્યું કે સામાન્ય શોર્ટસર્કિટથી આ આગ લાગી છે પરંતુ સચિવાલયના કેટલાક સૂત્રો અને આરટીઆઈના એક્ટીવીસ્ટો પાસેથી અમને જાણકારી મળી છે કે સરકારી ફાઈલો સળગાવવાનું ષડયંત્ર હતું.

કોંગ્રેસે પણ આગની ઘટના પર આપી હતી પ્રતિક્રિયા

સચિવાલયમાં લાગેલી આગ રાજનીતિમાં ગરમાવો લઈ આવી છે. જૂની સચિવાલયમાં આગેલી આગ પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે ગુજરાતમાં સરકારી ફાઈલો સળગવા લાગી છે. ચૂંટણી પહેલા લાગેલી આગ દર્શાવે છે કે ભાજપને સત્તામાંથી જવાનો અંદેશો આવી ગયો છે. આ ગભરાટમાં 27 વર્ષના ભ્રષ્ટાચારની ફાઈલો સળગી રહી છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે