Congressએ સરકારને પૂછ્યો સવાલ, કોંગ્રેસે પૂછ્યું કાયમી ભરતી કરી શિક્ષણનું સ્તર સુધારવાની કોશિશ સરકાર કેમ નથી કરતી ?


  • Published By :
  • Published Date : 2023-08-23 18:30:12

શિક્ષણનું સ્તર સતત ઘટતું જઈ રહ્યું છે. એક તરફ શિક્ષકોની અછત છે શાળામાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ભણી શકતા નથી, તો બીજી તરફ સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરી રહી નથી. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ટેટ ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સમક્ષ રજૂઆત કરવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. 

સરકારને કોંગ્રેસે પૂછ્યો એક સવાલ 

ટેટ ટાટના ઉમેદવારો ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે અને કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાંય તેમની વાત સાંભળવા કોઈ મંજૂર નથી. સરકારની સમક્ષ જ્યારે પોતાની વાત કરવા માટે જાય છે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવે છે. થોડા સમય પહેલા પણ રજૂઆત કરવા જ્યારે ઉમેદવારો ગયા હતા ત્યારે તેમને સચિવાલય સુધી પહોંચવા ન દીધા હતા. તેની પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પણ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. કાયમી ભરતી કરવા માટે કોંગ્રેસે એક ટ્વિટ કરી છે. ૮૦,૦૦૦ થી વધુ પદો શિક્ષકોની કાયમી ભરતી માટે પ્રતિક્ષામાં છે તો આ કાયમી ભરતી કરી શિક્ષણનું સ્તર સુધારવાની કોશિશ સરકાર કેમ નથી કરતી ? 

જ્ઞાન સહાયકનું ફોર્મ ન ભરવા માટે યુવરાજસિંહ જાડેજાએ કરી અપીલ 

યુવરાજસિંહ પણ ટેટ ટાટના સમર્થનમાં આવ્યા છે. ઉમેદવારોને એક અપીલ કરી છે.  ઉમેદવારોને અપીલ કરતા કહ્યું કે આવનાર દિવસોમાં જ્યારે જ્ઞાનસહાયક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી જ્ઞાન સહાયકમાં ફોર્મ ન ભરે. અને આપણે કાયમી શિક્ષક બનવા માગીએ છીએ તો, એવા રચનાત્મક કાર્યક્રમો આપીએ જેથી કરીને કાયમી શિક્ષકોની જરૂરિયાત શું છે એ સમજી શકાય.    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.