Congressના બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ - કોંગ્રેસે કર્યો દાવો, જાણો આ મામલે શું કહેવામાં આવ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-16 15:18:29

ઈન્કમ ટેક્સ વિભાગ પર કોંગ્રેસે એક મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા અજય માકન દ્વારા એવો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટીના તમામ બેંક અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા માહિતી આપવામાં આવી કે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 2018-19ના ઈન્કમ ટેક્સ રિટર્નના આધાર પર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું છે. 210 કરોડની રિકવરી કરવાનો આદેશ પણ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે કોંગ્રેસને રાહત આપવામાં આવી છે. બુધવાર સુધી પાર્ટીને રાહત આપવામાં આવી છે. ત્યારબાદ આ મામલો આવકવેરા વિભાગ અને આવકવેરા વિભાગના અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પહોંચ્યો હતો જ્યાંથી બુધવાર સુધી કોંગ્રેસને રાહત મળવાના અહેવાલ મળ્યાં હતાં. 

 

  

કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ! 

ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસ તેમજ યુથ કોંગસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની માહિતી કોંગ્રેસના અજય માકન દ્વારા આપવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 210 કરોડ રુપિયાની રિકવરીની માગ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને એક દિવસ પહેલા જ જાણકારી મળી કે બેંકને અમે જે ચેક મોકલી રહ્યા છે તે ક્લીયર નથી થઈ રહ્યા. 



લોકતંત્રને લઈ કોંગ્રેસે કહી આ વાત!

વધુમાં તેમણે કહ્યું કે હિંદુસ્તાનમાં લોકતંત્ર પૂર્ણ રીતે ખતમ થઈ ચૂક્યું છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના બધા એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકાઉન્ટ પર પણ તાળાબંધી કરવામાં આવી છે. આ કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ નથી થયા, આપણા દેશનું લોકતંત્ર ફ્રીઝ થઈ ગયું છે. હવે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકાર આવું પગલું ભરીને શું સાબિત કરવા માગે છે?  



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .