વઢવાણમાં કોંગ્રેસે ભાજપના પોસ્ટર બાળ્યા, 'ભરોસાની ભાજપ સરકાર' સ્લોગન પર ગરમાઈ રાજનીતિ


  • Published By :
  • Published Date : 2022-10-25 10:45:50

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારમાં લાગી છે. ચૂંટણી નજીક આવતા પોસ્ટર પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. પોતાના પ્રચાર માટે દરેક પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાજપના બેનરો ફાડીને સળગાવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાનોએ આ પોસ્ટર ફાળતા રાજનીતિ ગરમાઈ ગઈ છે.


ભરોસાની ભાજપ સરકાર પોસ્ટર પર ગરમાઈ રાજનીતિ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મુદ્દાઓને લઈ વિવાદો સર્જાતા રહે છે.  હાલ પોસ્ટર પર રાજનીતિ થઈ રહી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા જે બાદ અલગ પ્રકારની રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. ત્યારે આ વખતે ભાજપના પોસ્ટર ફાડવામાં આવ્યા છે વઢવાણમાં ભાજપના બેનર ફાડી દેવામાં આવ્યા છે. ભરોસાની ભાજપ સરકાર એવા બેનરો ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. આ બધા દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણમાં ખેડૂતોને ડ્રોનથી ખેતી કરાવનાર ભરોસાની ભાજપ સરકાર એવા બેનર લાગતા તેનો વિરોધ થયો હતો.

Gujarat Election Congress May Declares Candidate List In Four Time , May  Some MLAs Change Seats | Gujarat Election : કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતને  લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ...

કોંગ્રેસે બેનર બાળી કર્યો વિરોધ

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ છે. ભાજપ, આપ, કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા રહે છે. પોસ્ટરને લઈને પણ માહોલ ગરમાતો રહે છે.  વઢવાણ ખારવા રોડ પર લાગેલા ભાજપના પોસ્ટરને કોંગ્રેસના આગેવાનોએ ફાળી નાખ્યા હતા. ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના આક્ષેપ પણ કોંગ્રેસે લગાવ્યા હતા. બેનેરો ફાળી કોંગ્રેસે બેનરો સળગાવી દીધા હતા. ત્યારે ભાજપ આની પર કેવી રીતે પ્રતિક્રિયા આપે તેની પર બધાની નજર રહેશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે