મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની ચૂંટણી સમિતિની રચના કરી, 16 સભ્યોમાં ગુજરાતના આ બે નેતાને મળ્યું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-09-04 21:43:23

કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી અને તે પહેલા પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે સોમવારે (4 સપ્ટેમ્બર) કોંગ્રેસે તેની ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. જેમાં 16 નેતાઓના નામ સામેલ છે. જેમાં ગુજરાતમાંથી મધુસુધન મિસ્ત્રી અને અમી યાજ્ઞીકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ ચૂંટણીઓમાં પાર્ટીની રણનિતી તથા ઉમેદવારોની પંસદગી મુદ્દે વિચાર વિમર્શ કરશે.


આ નેતાને મળ્યું સ્થાન


આ સમિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ, મધુસુદન મિસ્ત્રી, એન. ઉત્તમ કુમાર રેડ્ડી, ટીએસ સિંહ દેવ, કેજે જિયોગ્રે, પ્રીતમ સિંહ, મોહમ્મદ જાવેદ, અમી યાજ્ઞિક, પીએલ પુનિયા, ઓમકાર માર્કમ અને કેસી વેણુગોપાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.


5 રાજ્યોમાં ઉમેદવારોના નામ પર નિર્ણય લેવાશે


ઉલ્લેખનિય છે કે આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે પણ કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે લોકો કોંગ્રેસની યાદીની રાહ જોઈ રહ્યા છે. હવે આ કમિટી ઉમેદવારોના નામ પર ચર્ચા કરશે અને પછી નક્કી કરશે કે કોને ટિકિટ આપવામાં આવશે અને કોને ટિકિટ આપવામાં આવશે નહીં.


વિશેષ સત્ર મુદ્દે મલ્લિકાર્જુન કરશે બેઠક


કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે પાર્ટી 18-22 સપ્ટેમ્બર સુધી સંસદના વિશેષ સત્ર પહેલા મંગળવારે સાંજે 5 વાગ્યે નવી દિલ્હીમાં 10 જનપથ ખાતે સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજશે. આ પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રાત્રે 8 વાગ્યે તેમના નિવાસસ્થાને સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી દળોની બેઠક યોજશે. કેસી વેણુગોપાલે કહ્યું કે નેતાઓ આગામી સત્રની રણનીતિ પર ચર્ચા કરશે. આ સાથે તેમણે જણાવ્યું કે મલ્લિકાર્જુન ખડગે 16 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ, તેલંગાણામાં નવનિર્મિત કાર્ય સમિતિની પ્રથમ બેઠક બોલાવશે. તમામ CWC સભ્યો, PCC પ્રમુખ, CLP નેતાઓ અને સંસદીય પક્ષના પદાધિકારીઓ તેમાં ભાગ લેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે