ચૂંટણી નજીક આવતા સક્રિય થઈ કોંગ્રેસ, ભાવનગર કોંગ્રેસે ઘડ્યો એક્શન પ્લાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-22 16:29:51

આમ આદમી પાર્ટી અને ભાજપ મોટા પાયે ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ત્યારે આ વખતે કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી છે. કોંગ્રેસ પાર્ટી થોડા સમયમાં પ્રચાર કરી ઘણા વોટ હાંસલ કરી લેતી હોય છે. ત્યારે રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે રાજ્ય સ્તરે ગુજરાત કોંગ્રેસ પદયાત્રા કરી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી નજીક આવતા શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ ભાવનગર જસોદા ચોકથી ખોડિયાર મંદિર સુધી કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કર્યું છે. આ પદયાત્રા 30 ઓક્ટોબરના રોજ નીકળવાની છે. 

Bharat Jodo Yatra: Congress supporters hopeful but it may not be the  solution | India News - Times of India

રાહુલ ગાંધીના પગ ચિન્હો પર ચાલતું ગુજરાત કોંગ્રેસ  

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ હમણાંથી સક્રિય થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીનો વિરોધ તેઓ કરી રહ્યા છે. વધતી મોંધવારી, વધતી બેરોજગારી જેવા અનેક મુદ્દાઓને લઈ તેઓ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ પણ તેમના પદચિહ્નો પર ચાલી રહી છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તો ભાવનગરમાં કોંગ્રેસે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આ યાત્રા નીકળવાની છે.

      

ગ્રાઉન્ડ લેવલે કોંગ્રેસ કરી રહી છે પ્રચાર

કોંગ્રેસ આ વખતની ચૂંટણીને લઈ હજી સુધી એકમ એક્ટિવ મોડમાં નથી જોવા મળી રહી. પરંતુ જેમ જેમ ચૂંટણી આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે. મોટા મોટા આયોજન કરી કોંગ્રેસ પ્રચાર નથી કરી રહી  પરંતુ ગ્રાઉન્ડ પર જઈ તે પ્રચાર કરી રહી છે. કોંગ્રેસ જન જન સુધી પહોંચવા યાત્રાનો સહારો લઈ રહી છે.      



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..