દેશ અને રાજ્યમાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓથી સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ પ્રશ્નો વિરોધ પક્ષો ભાજપને ઘેરવાના પ્રયાસો ચોક્કસ કરશે. કોંગ્રેસે તો તેની જાહેરાત પણ કરી દીધી છે. કોંગ્રેસે જનઆક્રોસને વ્યક્ત કરવા માટે આગામી 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન આપ્યું છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, કોંગ્રેસે લોક લાગણી જીતવાના ભાગરૂપે ગુજરાત બંધની ઘોષણા કરી છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્યું છે.
લોકોને બંધમાં જોડાવા અપીલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પણ લોકોને સ્વૈચ્છિકપણે બંધમાં જોડાવા કરી હતી. કાર્યકર્તાઓ આજથી વેપારી એસોસિએશનને મળવાનું ચાલું કરશે અને તેમને વિનંતી કરશે. સરકાર દ્વારા થતી હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર રાજ્યની પ્રજા પીડિત હોય, ત્યારે પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધનું કરવામાં આવ્યું છે.'
                            
                            





.jpg)








