સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.
આવનારા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સૌરાષ્ટ્રમાં ચુંવાળિયા કોળી સમાજ શક્તિ પ્રદર્શનમાં મૂડમાં આવી ગયો છે. આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની એક બંધ બારણે બેઠક યોજવા જઈ રહી છે. આ તમામ ગતિવિધિઓ પાછળ કોંગ્રેસનો દોરીસંચાર લાગી રહ્યો છે. કેમ કે, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ એક બેઠક યોજી હતી. જેમાં ચુંવાળિયા કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા. જેમાં ભવિષ્યમાં કોંગ્રેસ અને ભાજપ પાસેથી કેવું નેતૃત્વ મળી શકે તે માટે ચર્ચાઓ થઇ હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર આવેલા વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક બંધબારણે મળવાની છે. જેમાં ચુંવાળિયા કોળી સમાજના અલગ અલગ જિલ્લાના આગેવાનો હાજર રહેવાના છે. જેમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો પણ હાજર રહેવાના છે. આવનારા સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે ત્યારે , ચુંવાળિયા કોળી તેમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ચુંવાળિયા કોળી સમાજ હાલમાં ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળીયાથી નારાજ ચાલી રહ્યો છે. જેનો ફાયદો હવે કોંગ્રેસ ઉઠાવી શકે તે માટે ભરતસિંહ સોલંકી સક્રિય થઇ ગયા છે.
ચુંવાળિયા કોળી સમાજનો એક બીજો પ્રયાસ એ પણ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમને વધારે પ્રતિનિધિત્વ મળે. વાત કોળી સમાજની તો આ સમાજ , ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી , ૨૬ બેઠકો પર નિર્ણાયક બને છે . કોળી સમાજમાં તળપદા , ચુંવાળિયા કોળી તેની પેટાજ્ઞાતિઓ છે. લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ વચ્ચે , તળપદા કોળી અને ચુંવાળિયા કોળી સામસામે આવી ગયા હતા.