Surat Railway Station પર બનેલી ઘટનાને લઈ Congressએ કર્યા સરકાર પર પ્રહાર, Shaktisinh Gohilએ લખ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-11 19:34:29

સુરત રેલવે સ્ટેશનમાં એક દુર્ઘટના સર્જાઈ છે. તહેવાર દરમિયાન વતન જવાની ઈચ્છા દરેક લોકોને હોય છે. દિવાળીના સમયે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. એસટી બસ સ્ટેશન હોય  કે પછી રેલવે સ્ટેશન હોય દરેક જગ્યાઓ પર વેઈટિંગ જોવા મળતું હોય છે. ત્યારે આજે સુરત રેલવે સ્ટેશનથી એક દુખદ સમાચાર સામે આવ્યા હતા જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો બેભાન થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ત્યાંની મુલાકાત લેવાના છે.

શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા પ્રહાર 

દિવાળી દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે ચાર જેટલા લોકો બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. કોંગ્રેસ આ મામલે આક્રામક દેખાઈ રહી છે. શક્તિસિંહ ગોહિલે આ ઘટનાનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે સુરતથી બિહાર અને યુપી જવા માટે વધારે ટ્રેન ફાળવવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરાઈ રહી છે. જન આંદોલન પણ થયું હતું પરંતુ સરકારે તેમની માગની અવગણના કરી. સરકારની અનદેખીનું આ પરિણામ છે તેવી ટ્વિટ શક્તિસિંહ ગોહિલે કરી છે. 




વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'

થોડા સમય પહેલા સામ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત સામ પિત્રોડાએ ફરી એક વખત નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના લીધે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર બેકફૂટ પર આવી ગયી છે . કારણ કે ફરી એક વાર સામ પિત્રોડાએ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે..