કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ્દ, વિશેષાધિકાર સમિતિએ આપી મંજુરી


  • Published By :
  • Published Date : 2023-08-30 16:35:06

લોકસભાની પ્રિવલેજ કમિટીએ બુધવાર (30 ઓગસ્ટ)ના રોજ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ્દ કરવાના પ્રસ્તાવને મંજુરી આપી છે. તેમને ચોમાસુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવી આવી હતી. અધીર રંજન ચૌધરીએ આજે સંસદની પ્રવલેજ કમિટીની બેઠકમાં પોતાનો પક્ષ રજુ કર્યો હતો. કોંગ્રેસના સાંસદે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુનિલ સિંહની અધ્યક્ષતાવાળી સમિતીને જણાવ્યું કે તેમનો હેતું કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોંતો. મીડિયા રિપોર્ટ મુજબ કમિટીએ અધીર રંજન ચૌધરી સસ્પેન્શન ખતમ કરવા માટે પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવને તાજેતરમાં જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પાસે વિચાર કરવા માટે મોકલવામાં આવશે.


કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા?


વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈને ભાજપના સાંસદ જનાર્દન સિગ્રીવાલે પણ પોતાનું નિવેદન નોંધ્યું હતું. નોંધનીય છે કે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સંસદના તાજેતરમાં પૂરા થયેલા ચોમાસુ સત્રમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેટલીક ટિપ્પણીઓને કારણે 10 ઓગસ્ટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના આચરણ અંગે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.


વિશેષાધિકાર સમિતિએ પોતાનો પક્ષ રજૂ કરવા બોલાવ્યા


 કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ વિશેષાધિકાર સમિતિ દ્વારા આ બાબત પર વિચાર કરવામાં આવ્યો હતો. સમિતિએ 30 ઓગસ્ટ 2023ના રોજ સાંસદ અધીર રંજન ચૌધરીને મૌખિક પુરાવા માટે બોલાવવાનો નિર્ણય લીધો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે