કોંગ્રેસે જેમને માથે ચડાવ્યા આજે તે જ નેતાઓ તેને ખતમ કરવા આતુર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:12:09


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


કોંગ્રેસની ટ્રેજેડી જ કહીં શકાય કે તે પાર્ટી સાથે જોડાયેલા અને નામ કમાયેલા લોકો અંતે પાર્ટીને છોડીને ભાજપ તથા અન્ય પાર્ટીમાં પક્ષપલટો કરી રહ્યા છે. કોંગ્રેસ આ નેતાઓને મોટા બનવા માટે એક પ્લેટફોર્મ બની હતી. આ જ નેતાઓ બાદમાં અંગત સ્વાર્થ, લાલચ કે પછી બીજા કોઈ કારણોથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય ત્યારે તે કોંગ્રસને ભાંડવામાં કાંઈ બાકી રહેવા દેતા નથી. આજની ભાજપ મુળભુત રીતે અડધી કોંગ્રેસ જ છે અને આ બાબત તો  ભાજપના કેટલાક અગ્રણી નેતાઓ પણ અનિચ્છાએ સ્વિકારે જ છે.


કોંગ્રેસી ગોત્ર ધરાવતા ભાજપી નેતાઓ


એક સમયે કોંગ્રેસના અગ્રણી નેતા મનાતા હેમંત બિશ્લા શર્મા, જ્યોતિર્યાદિત્ય સિધિંયા, પુર્વ વિદેશ મંત્રી એસ.એમ.ક્રિષ્ના, રાવ ઈન્દ્રજીત સિંહ, નારાયણ રાણે, સતપાલ મહારાજ, રીટા બહુગુણા જોષી, જગદંબીકા પાલ, ભોજપુરી કલાકાર રવિ કિશન, મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન, બિરેન સિંહ આર પી એન સિંહ, જતીન પ્રસાદ, અશ્વિની કુમાર, અને સુનિલ જાખડ સહિતના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ તો ટોચના અને જાણીતા નેતાઓનું લિસ્ટ છે, આ સિવાયના નાના અને પ્રાદેશિક સ્તરના નેતાઓની યાદી બહું લાંબી છે જે લખવા જઈએ તો લિસ્ટ બહું મોટું થઈ જાય.


ભાજપમાં જોડાયા બાદ નેતાઓ કોંગ્રેસને ભાંડે છે શા માટે?


આસામના મુખ્યમંત્રી અને ભાજપના નેતા હેમંત બિશ્વા શર્માએ રાહુલ ગાંધીની મજાક ઉડાવતો એક વીડિયો સોશિયલ મિડીયા પર લોન્ચ કર્યો છે. આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હવે જોવાની વાત એ છે કે આ જ હેમંત બિશ્વા શર્મા એક સમયે આસામ કોંગ્રેસના અગ્રણી નેતા અને હતા. તેઓ આસામના ઉપ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. જો કે  તેમને એ સમયના કોંગ્રેસના મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ સાથે વાંધો પડતા બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને આજે મુખ્યમંત્રી છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે તે આ પ્રકારના વીડિયો એટલા માટે અપલોડ કરતા રહે કે જેથી દિલ્હી સ્થિત ભાજપના ટોચના નેતૃત્વના પ્રિતીપાત્ર બન્યા રહે.


ગુજરાતમાં પણ કોંગ્રેસી નેતાઓની ભાજપ ભક્તી


ગુજરાતમાં તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનું એક લાંબુ લિસ્ટ છે. આ નેતા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ વિશે ખરાબ ભાષા વાપરવામાં કોઈ શરમ અનુભવતા નથી. આ નેતાશ્રીઓ તે બાબત જ ભૂલી જાય છે કે આજે તે સ્થાને છે  તે કોંગ્રેસને આભારી છે. કોંગ્રેસે જ તેમને એક સામાન્ય કાર્યકરમાંથી મોટા નેતા બનાવ્યા છે. કોંગ્રેસી નેતાઓને જ્યારે ભાજપ તરફથી પદ, પૈસા કે અન્ય પ્રકારની કોઈ લાલચ આપવામાં આવે ત્યારે આસાનાથી ફસાઈ જતા આ નેતાઓ ખરેખર તો લોકોના વિશ્વાસનો ભંગ કરે છે. 


સત્તા માટે પક્ષાત્તર કરતા નેતાઓને જો કે ચૂંટણી બાદ જનતા જ ફેંકી દેતી હોય છે. વિરમગામના પૂર્વ MLA તેજશ્રીબેન પટેલે સાથે આવું જ થયું હતું. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અને ભાજપની જ ટિકીટ પર  ફરીથી ધારાસભ્ય બનવાનું સપનું જોતા તેજશ્રીબેન પટેલનો વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો. તેજશ્રીબેન તો માત્ર એક દ્રષ્ટાંત છે પરંતુ પક્ષાંત્તર કરતા નેતાઓએ એ બાબત ચોક્કસ સમજી લેવી જોઈ કે 'ભાઈ યે પપ્લીક હૈ યે સબ જાનતી હૈ'




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે