કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મળ્યા પહલગામના ઘાયલોને!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-25 17:01:58

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે . 

Image

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુકાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌપ્રથમ તેમણે શ્રીનગરના બદામીબાગ કેન્ટોન્મેન્ટમાં આવેલી આર્મી બેઝ હોસ્પિટલની મુલાકાત લીધી છે. જેમાં પહલગામના આતંકી હુમલાના ઘાયલો સારવાર હેઠળ રખાયા છે. લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીની સાથે  જમ્મુ કાશ્મીરના પ્રદેશ કોન્ગ્રેસ્સ અધ્યક્ષ તારિક હામિદ કરા અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ છે. આ પછી રાહુલ ગાંધીએ જમ્મુકાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની મુલાકાતે પહોંચ્યા છે સાથે જ તેમણે એલજી મનોજ સિન્હાની પણ મુલાકાત લીધી છે. આ પછી રાહુલ ગાંધી અન્ય ડેલિગેશન અને અધિકારીઓ સાથે પણ બેઠક યોજવાના છે. જયારે પહલગામમાં આતંકી હુમલો થયો એ પછી રાહુલ ગાંધી તેમની અમેરિકાની યાત્રા ટૂંકાવીને પરત ફર્યા છે. રાહુલ ગાંધીએ કેદ્રમાં સત્તાધારી પક્ષ NDA દ્વારા જે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી તેમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારે સુરક્ષામાં રહેલી ચૂકનો સ્વીકાર કર્યો છે. સાથે જ આ બેઠક પત્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકાર જે પણ પગલા લેશે અમે તેનું સમર્થન કરીશું. 

Image

પહલગામમાં જે આતંકી હુમલો થયો છે તેના પછી ભારતીય સેના જોરદાર રીતે એક્શનમાં છે. સાથે જ ભારતની એક વાત ખુબ જ સ્પષ્ટ છે કે , "પાણી અને લોહી એક સાથે વહી નઈ શકે. " તો આ બાજુ યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટએ જાહેરાત કરી છે કે , અમેરિકા ભારત સાથે ખુબ જ મજબુતીથી ઉભું છે. અમે ઘાયલોના સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ. પહલગામના આતંકી હુમલાના ગુનેગારોને સજા મળવી જોઇએ .  આજે પહલગામમાં બાઇસારન ઘાટીમાં ભૂમિ સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદી પણ પહોંચ્યા છે. 

Upendra Dwivedi - Wikipedia

પાકિસ્તાને પોતાના ત્યાં સુરક્ષામાં વધારો કર્યો છે , પાકિસ્તાનને ચિંતા છે કે , ભારતીય સેના કોઈ પણ સમયે જવાબી કાર્યવાહી કરી શકે છે. જોકે આ સમગ્ર મામલે પાકિસ્તાનના રક્ષામંત્રી ખવાજા આસિફ ની પ્રતિક્રિયા સામે આવી છે , તેમણે કહ્યું છે કે ભારતે પહલગામના આતંકવાદી હુમલા પછી જે પણ પગલા લીધા છે તેનાથી બેઉ દેશો વચ્ચે "ઓલ આઉટ વોરની " સંભાવના છે. સાથેજ વિશ્વએ હવે ચિંતિત થવું પડશે કેમ કે , બેઉ દેશો ભારત પાકિસ્તાનની જોડે પરમાણુ હથિયારો છે. આ ઉપરાંત પાકિસ્તાની મિલિટરી કોઈ પણ પ્રકારની લશ્કરી ગતિવિધિનો જવાબ આપવા માટે તૈયાર છે. " 

J&K attack: Pak top leaders meet today after India downgrades diplomatic  ties



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.