કારમા પરાજય બાદ કોંગ્રેસના જ બે નેતાઓએ પાર્ટી પર આક્રોશ ઠાલવ્યો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2022-12-13 13:16:40

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસને ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નેતાઓ હજુ પણ પરાજયને પચાવી શક્યા નથી. કોંગ્રેસના કેટલાક  નેતાઓ હવે હિંમત કરીને પાર્ટી સામે જ આંગળી ચિંધીને સવાલો કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગીર સોમનાથ સીટ પર જીતી ગયેલા વિમલ ચુડાસમાએ ગુજરાત કોંગ્રેસના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસને માત્ર 17 સીટ મળી હતી જે અત્યાર સુધીની સૌથી ભયાનક હાર છે. ભાજપે 182માંથી 156 સીટ જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 


ઈમરાન ખેડાવાલાએ શું કહ્યું?


ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, "રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા, જેને એક વર્ષ પહેલા આયોજિત કરવાની હતી. તમારે આ દિલ્હીમાં પૂછવું જોઈએ કે આ યાત્રા ગુજરાત થઈને કેમ ન નીકળી. પાર્ટીએ ગુજરાત પર ધ્યાન આપવું જોઈતું હતું. જે રીતે ભાજપે પોતાના રાષ્ટ્રીય નેતાઓને અહીં ઉતાર્યા હતા, કોંગ્રેસે પણ આમ કરવું જોઈતું હતું. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્યએ ચૂંટણીમાં મળેલી હાર બાદ ભારત જોડો યાત્રાને જવાબદાર ગણાવી છે." વધુમાં તેમણે કહ્યું કે "મને લાગે છે કે અમે અમારા ઘોષણાપત્રને લોકો સુધી સારી રીતે પહોંચાડી શક્યા હોત. પાર્ટીના મેનેજમેન્ટમાં કોઈ ખામી હતી, જેના કારણે આ લોકો સુધી ન પહોંચી શક્યા. આ વખતે કોંગ્રેસના વોટ વહેંચાઈ ગયા, જ્યારે ભાજપના વોટ સ્થિર રહ્યા. જે લોકો ભાજપથી અસંતુષ્ટ હતા, તેમણે પોતાનો વોટ AAPને આપી દીધો. મારી સીટ પર AIMIMના ઉમેદવારે નુકસાન પહોંચાડ્યું જેના કારણે મારા 15000 વોટ ઓછા થયા. AAPએ પોતાનો ચૂંટણી પ્રચાર બહારના લોકો પાસેથી કરાવ્યો."


વિમલ ચુડાસમાએ ઠાલવી હૈયાવરાળ


ગીર સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિજેતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ હૈયાવરાળ ઠાલવી હતી. વિમલ ચુડાસમાએ વિધાનસભામાં કોંગ્રેસની હારનું કારણ જણાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટી અને ભાજપની ડરની રાજનીતિના કારણે કોંગ્રેસના ઉમેદવારો પોતાના ક્ષેત્રમાં કોંગ્રેસની વોટબેંકને ન સાચવી શક્યા તેથી જ ભાજપે બહુમતી મેળવી છે. આમ આદમી પાર્ટીએ તમામ જગ્યાઓ પર કોંગ્રેસના મત કાપ્યાં છે ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટીએ લોકોને પીઝાને બર્ગર ખવડાવ્યા હતા અને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. AAPની પાસે આટલો રૂપિયો ક્યાંથી આવ્યો તે અંગે પણ સવાલો કર્યા હતા?. કોંગ્રેસના મત તોડવા માટે આ રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીને આપ્યા હતા. 




સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...