આજે ગુજરાત બંધ: મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ આક્રમક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 15:59:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ લોકોની સમસ્યાઓને લઈ આક્રમક બની છે. રાજ્યમાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, કોંગ્રેસના આજે સવારના 8થી 12 વાગ્યા સુધીનાં રાજ્યવ્યાપી બંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ક્યાંક બંધની અસર જોવા મળી તો ક્યાંક-ક્યાંક બંધની નહિવત અસર પણ જોવા મળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ગઇકાલે લોકોને સ્વૈચ્છિક બંધમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. આ તરફ આજે મોંઘવારી, બેરોજગારી સામે વિરોધ કરતા નેતાઓને નજરકેદ કરાયા છે. વિગતો મુજબ શાહીબાગ પોલીસ હેડ કવાર્ટરમાં તમામ નેતાઓને  નજર કેદ હેઠળ રખાયા છે. 


બંધની અસર  કેવી રહી


રાજ્યભરમાં કોંગેસના પ્રતિક બંધને ક્યા મજબુત તો ક્યાક નબળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. અમદાવાદમાં સવારથી જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ, સી.યુ. શાહ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ અને GLS કોલેજ બંધ કરાવી હતી. NSUIના કાર્યકરોએ શૈક્ષણિક કાર્ય બંધ કરાવીને વિદ્યાર્થીઓને બંધને સમર્થન આપવા જણાવ્યું હતું અને તેમને ઘરે મોકલી દીધા હતા. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી. બીજી તરફ કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના સાંકેતિક બંધને પાટણ અને રાધનપુરમાં બંધની અસર જોવા મળી હતી. પાટણ અને રાધનપુરમાં મોટા ભાગના બજાર બંધ જોવા મળ્યા. તે ઉપરાંત આંકલાવ ખાતે પણ બંધના એલાનને સમર્થન મળ્યું હતું. આંકલાવનું બજાર અને દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી. રાજકોટમાં કોંગી નેતા હેમાંગ વસાવડાની અટકાયત કરાઇ હતી. 


કોંગ્રેસના કયા નેતાઓની કરાઈ અટકાયત?


બંધનું એલાન આપ્યા બાદ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ સવારથી જ વિરોધ-પ્રદર્શનો શરૂ કર્યા હતા. રાજ્ય પોલીસ વિભાગે પણ તાત્કાલિક પગલા લઈ કોંગ્રેસના ટોચના નેતાઓની અટકાયત કરી હતી. પોલીસે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, જિજ્ઞેશ મેવાણી, હિંમતસિંહ પટેલ,ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખને પણ નજરકેદ કર્યા છે.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .