ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટું ભંગાણ, અરવલ્લીમાં 30 નેતાઓ સહિત 350થી વધુ કાર્યકરોએ કર્યા કેસરિયા


  • Published By :
  • Published Date : 2023-08-29 14:32:28

આગામી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે ભરતી અભિયાન શરૂ કરી દીધું છે. આજે ઉત્તર ગુજરાત કોગ્રેસમાં ફરી મોટું ભંગાણ થયું છે. અરવલ્લીમાં 30 સિનિયર નેતાઓ સહિત 350થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આજે અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા અને માલપુર તાલુકા ભાજપ સંગઠનના તાલુકા કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં  મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કરતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.


કોંગ્રેસના આ અગ્રણીઓ ભાજપમાં જોડાયા


કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના જિલ્લા પંચાયત કારોબારીના પૂર્વ ચેરમેન પણ ભાજપમાં જોડાયા છે. તો ધનસુરા યાર્ડના વાઇસ ચેરમેન જિજ્ઞેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. આ તરફ બાયડ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અદેસિંહ ચૌહાણ ફરી ભાજપમાં જોડાયા છે. બાયડ કોંગ્રેસના નેતા દોલતસિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે. સાબરડેરી ડિરેક્ટર અને પૂર્વ જી.પં કારોબારી અધ્યક્ષ સચિન પટેલ જોડાયા ભાજપમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા જ જિલ્લા કોંગ્રેસનું મોટું સહકારી માળખું ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.


AAPના રાહુલ સોલંકી પણ ભાજપના


ભાજપના આ ભરતી અભિયાનમાં માત્ર કોંગ્રેસના જ નહીં પણ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. AAPના 30-40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા તમામ કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. જેમાં તાલુકા સદસ્ય રાહુલ સોલંકીનો પણ સમાવેશ થાય છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે