Lok sabha Election માટે Congress આજે જાહેર કરી શકે છે ઉમેદવારોના નામની પ્રથમ યાદી, Gujarat માટે આ નામોની થઈ રહી છે ચર્ચા.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-08 09:38:15

લોકસભા ચૂંટણીની તારીખ આગામી દિવસોમાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી પ્રેસ કોન્ફરન્સ પર સૌ કોઈની નજર રહેલી છે. ચૂંટણીની તારીખોની જેટલી ઉતાવળ હોય છે તેવી જ રીતે કઈ પાર્ટી કોને ઉમેદવાર બનાવશે તેની પણ ઉત્સુક્તા લોકોને રહેતી હોય છે. શનિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી જેમાં 195 ઉમેદવારોના નામ હતા ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. મળતી માહિતી અનુસાર 40 ઉમેદવારોના નામ  હોઈ શકે છે જેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ હોઈ શકે છે. 


આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી કરી શકે છે જાહેર!

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ભાજપની પાર્લિયામેન્ટ બોર્ડની બેઠક જ્યારથી થઈ હતી ત્યારથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ગમે ત્યારે ઉમેદવારોના નામની ચર્ચા થઈ શકે છે. રોજે સમાચાર આવતા હતા કે આજે ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે પરંતુ ભાજપે શનિવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે બધાની નજર કોંગ્રેસના ઉમેદવારો પર હતી. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ જાહેર કરી શકે છે અને તેમાં 40 ઉમેદવારોના નામ હોવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક સંપન્ન થઈ ગઈ છે અને આજે ઉમેદવારોને લઈ બનેલું સસ્પેન્સ ખુલી શકે છે.


કોંગ્રેસના દિગ્ગજ નેતાના નામનો હોઈ શકે છે સમાવેશ પ્રથમ યાદીમાં!

ઉમેદવારની પ્રથમ યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામ સામેલ હોવાની સંભાવનાઓ રહેલી છે. મળતી માહિતી અનુસાર વાયનાડ સીટથી રાહુલ ગાંધી કોંગ્રેસના ઉમેદવાર બની ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. અસમંજસ એ છે કે રાહુલ ગાંધી પોતાની પરંપરાગત બેઠક અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં આ વાત પર સસ્પેન્સ બનેલું છે. એવી માહિતી પણ સામે આવી છે કે ઉમેદવારોના નામમાં શશિ થરૂર, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામની ઘોષણા થઈ શકે છે. બેઠકમાં મણિપુર, નાગાલેન્ડ. સિક્કિમ અને મેઘાલયના ઉમેદવારોને લઈ ચર્ચા થઈ હતી અને ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. 


ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ ઉતારવાની છે ઉમેદવાર

મહત્વનું છે કે ગુજરાતની બેઠકો માટે આજે ઉમેદવારોના નામની જાહેરાત થશે કે કેમ તેની પર અસમંજસ છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર છે. ગુજરાતના કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા જ્યારે ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. મહત્વનું છે ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.