ટૂંક સમયમાં Gujaratની બાકી રહેલી 7 લોકસભા બેઠકો માટે Congress કરી શકે છે ઉમેદવારોના નામની ઘોષણા, આ ત્રણ બેઠકો પર ઉમેદવાર ફાઈનલ જેવા!


  • Published By :
  • Published Date : 2024-04-02 13:07:39

ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા. ઉમેદવારોને લઈ મનોમંથન ચાલી રહ્યું છે તેવું લાગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈનલ જેવા છે.. મીડિયા રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણા, અમદાવાદ પૂર્વમાં દલસુખ પટેલ તેમજ જૂનાગઢમાં હીરા જોટવાના નામની ચર્ચા  ચાલી રહી છે.. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નામ ફાઈનલ જેવા જ છે અને ગમે ત્યારે આ નામોની જાહેરાત થઈ શકે છે...


પાર્ટીમાં ચાલતો આંતરિક વિખવાદ ખુલ્લીને બહાર આવ્યો!

લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. 26 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે પરંતુ નામ જાહેર થયા બાદ ભાજપમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો પર જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે.. પાર્ટીમાં ચાલતો આંતરિક વિવાદ ખુલ્લીને બહાર આવી રહ્યો છે. જે પરિસ્થિતિ હાલ ભાજપમાં જોવા મળી રહી છે તેવી પરિસ્થિતિ અંગે ભાજપના નેતાઓએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય અનેક જગ્યાઓ પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે.

 


આ બેઠકો પર કોંગ્રેસ આમને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં  

આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. ભાજપ દ્વારા 26 બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ગઈ છે ત્યારે કોંગ્રેસ આગામી દિવસોમાં બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે જેમને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે. ગુજરાતમાં બાકી રહેલી બેઠકોમાંથી ત્રણ બેઠકો એવી છે જ્યાં ઉમેદવાર નક્કી જેવા જ છે. મીડિયા રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણા, અમદાવાદ પૂર્વમાં દલસુખ પટેલ તેમજ જૂનાગઢમાં હીરા જોટવાના નામની ચર્ચા  ચાલી રહી છે.. આ બેઠકો પર અનેક નામોની ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ આ ત્રણ ઉમેદવારોના નામ ફાઈનલ જેવા માનવામાં આવી રહ્યા છે. આ લોકોના નામ રેસમાં આગળ ચાલી રહ્યા છે.


આ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવા કોંગ્રેસમાં ચાલી રહ્યું છે મનોમંથન!

મહત્વનું છે કે સાત બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. તેમાં અમદાવાદ પૂર્વ, મહેસાણા, નવસારી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ વડોદરા બેઠકનો સમાવેશ થાય છે. ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈલન જેવા છે પરંતુ બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ પાર્ટી અસમંજસમાં હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે.. ભરૂચ તેમજ ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી અને બાકીની રહેલી બેઠકો પર કોંગ્રેસ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ટૂંક સમયમાં કોંગ્રેસ બાકી રહેલા ઉમેદવારોના નામની ઘોષણા કરી શકે છે... ત્યારે જોવું રહ્યું કોંગ્રેસ પાર્ટી કોને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરે છે...?     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.