ધારાસભ્ય ગેની બેન ઠાકોરનો પોલીસને પડકાર, એક પણ મહિલાને જો આંગળી પણ અડાડી છે તો ...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 13:01:27

સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોની હડતાળ ચાલી રહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો પણ મોટી સંખ્યામાં હડતાળના સમર્થનમાં જોડાઈ છે  આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોને વિપક્ષના નેતાઓનું પણ સમર્થન મળી રહ્યું છે. હડતાળને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ટેકો આપ્યો છે.


ગેનીબેન ઠાકોરની પોલીસને ચિમકી


આજે થરાદ અને વાવ તાલુકાના આંગણવાડી કેન્દ્રોની બહેનો મોટી સંખ્યામાં થરાદ ખાતે ઉમટી હતી. આંગણવાડી બહેનોએ નાયબ કલેકટર કચેરી ખાતે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. આંગણવાડી  આંગણવાડી બહેનોના ધરણા દરમિયાન વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોરે ઉગ્ર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'આ એક મહિનો આરપારની લડાઈ, હું પોલીસવાળાને ચેલેન્જ કરું છું કે વાવ-થરાદની એક પણ મહિલાને જો આંગળી  પણ અડાડી છે તો આંગળી કાપી નાખીશું, તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંધાયેલા છો.' જો પોલીસ કોઈ પણ મહિલાને પકડે તો હું તેમને પડકારી રહી છું. વાવ-થરાદની એક કોઈને મુશ્કેલીમાં મુકવા માટે નહીં.



આંગણવાડી બહેનોની માંગણી શું છે?


આંગણવાડી કાર્યકર બહેનો પોતાના પડતર પ્રશ્નોની માગણીઓ સાથે હડતાળ પર ઉતરી ગઈ છે. તેવામાં ગુરૂવારે તેમનું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. તેઓ પોતાના માગને સ્વીકૃતી મળે એની માટે આંદોલન કરી રહ્યા છે. આંગણવાડી બહેનોને  ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા,  રજા અને માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો ઉપરાંત ખાનગીકરણ બંધ  કરવા સહિત 14 જેટલી માંગને લઇને ગુજરાતભરમાં આંગણવાડી કર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.