કોંગ્રેસના MLA Kirit Patelએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર, TET-TAT ઉમેદવારો પર અત્યાચાર કરનાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવા કરી માગ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-24 13:40:07

થોડા દિવસ પહેલા ગાંધીનગરથી એવા દ્રશ્યો સામે આવ્યા જે ગુજરાતની અસ્મિતાને શોભે એવા ના હતા.. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે પ્રદર્શન કરી રહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું તે કદાચ કોઈને સ્વીકાર્ય નહીં હોય.. અનેક દ્રશ્યો ગાંધીનગરથી સામે આવ્યા જેમાં ગર્ભવતી મહિલાને ખેચવામાં આવી, દીકરીઓને ઢસેડવામાં આવી, પ્રદર્શન કરી રહેલા યુવાનોને પણ જબરદસ્તી જે રીતે ગાડીમાં બેસાડવામાં આવ્યા તે દ્રશ્યો પણ આપણે જોયા છે. 

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કરી મુખ્યમંત્રીને રજૂઆત 

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ હવે આ ઉમેદવારોની ખાસ તો દિકરીઓની વહારે આવ્યા છે... મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે... ઉમેદવારો સાથે આવી રીતે વર્તન કરનારા પોલીસ કર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી.. પત્રમાં કિરીટ પટેલે લખ્યું છે કે, બે દિવસ પહેલા એટલે કે નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસના દિવસે મહામહેનતે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનાર ગુજરાતના ભાવિ શિક્ષકોએ ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. જેમની ટીંગાટોળી કરી અટકાયત કરાઇ હતી. જે મામલે પોલીસકર્મીઓ સામે પગલાં ભરવા પાટણના ધારાસભ્યે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
શું લખ્યું પત્રમાં? 

પાટણના ધારાસભ્યે રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાતના ભાવિને શિસ્ત, સંયમ અને બંધારણીય અધિકારોના પાઠ શીખવવાના છે તેઓ ઉપર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યુ અને ખાસ કરીને પુરષ પોલીસ કર્મીઓ દ્વારા શિક્ષીત મહિલા ઉમેદવારોને ટીંગાટોળી કરી રોડ પર ઘસેડવામાં આવ્યા અને તેના વીડિઓ વિવિધ મીડીયા દ્વારા જાહેર પણ કરવામાં આવ્યા જે બાબત સરકાર માટે શરમજનક કહી શકાય, ભારતીય ફોજદારી ધારો અને પોલીસ મેન્યુઅલની જોગવાઈ મુજબ કોઈ પુરુષ પોલિસકર્મી દ્વારા બળજબરીથી મહિલાને પકડી શકાય નહીં. મહિલા પોલિસ કર્મી દ્વારા જ મહિલાને પકડી શકાય કે અડી શકાય પરંતુ પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા આવી શિક્ષીત મહિલાઓ ઉપર જે કાર્યવાહી કરવામાં આવી તે નૈતિકતા અને કાયદાકીય રીતે પણ તદ્દન ખોટી અને શરમજનક હોઈ કોના આદેશથી આવી કાર્યવાહી કરવામાં ​​​​​​​આવી તેની તપાસ કરી જવાબદાર કર્મીઓ વિરદ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં પણ આવો બનાવ ના બને તે માટે તાકીદ કરવા વિનંતી છે.ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતીને લઈ કરી રજૂઆત.... 

પાટણના ધારાસભ્યે ​​​​​​​રજૂઆતમાં વધુ જણાવ્યું છે કે,​​​​​​​ રાજ્યના ટેટ અને ટાટ ઉમેદવારોની ભરતી કરવા માટે વારંવાર લેખીત રજુઆતો પણ કરેલ છે અને વિધાનસભામાં પણ રજુઆતો કરેલ છે જે બાબતે સરકારે વારંવાર ભરતીની કાર્યવાહી ચાલુ છે તેવા જવાબો પણ આપેલ છે. ગતિશીલ અને સંવેદનશીલ સરકારની ગતિશીલતા અને સંવેદનશીલતા કયાંય દેખાતી હોય તેવુ લાગતુ નથી. પોતાના ન્યાય માટે રજુઆત કરવી અને ન્યાય માટેલડત લડવી એ બંધારણીય અધિકારો હોવા છતા આવા ઉમેદવારોને મળવા છે સંભાળવાને બદલે તેઓને ભેગા થવા રોકવા અને રજુઆત ન કરવા દેવી એ યોગ્ય નથી.


ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કરી હતી રજૂઆત 

મહત્વનું છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારે અનેક વખત સરકારને રજૂઆત કરી.. અનેક આંદોલન કર્યા, દાંડી યાત્રા પણ કાઢી હતી... ગાંધીનગરમાં જ્યારે ઉમેદવારો આંદોલન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. બીજા દિવસે પણ ગાંધીનગર ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આંદોલનને પગલે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી.. લોકોને અનેક વખત કહેતા સાંભળ્યા હશે કે બાળકો રમકડાથી રમે છે અને મોટાઓ બીજાની લાગણથી રમે છે. સંબંધો અને લાગણીની વાત કરતી રચનાને સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે.

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં!

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા દિવસની શરૂઆત ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ અનેક જગ્યાઓ, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં બહુ બધો વરસાદ છે અને જ્યાં નથી ત્યાં આવતો જ નથી... હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી આપી છે.