કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને કેમ કહ્યું, "તમારી કેસરી સાયકલથી દિકરીઓની લાગણી દુભાય છે"


  • Published By :
  • Published Date : 2023-03-15 18:57:59

ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે ત્યારે રોજ કોંગ્રેસના વિરોધના સમાચાર સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતની એસસી, એસટી અને ઓબીસી દિકરીઓને અપાતી સાયકલનો મામલો ઉઠાવ્યો હતો. શૈલેષ પરમારે માગ કરી હતી કે દિકરીઓને મળતી સાયકલનો કલર બદલવામાં આવે. આ સિવાય તેણે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની સરકારી શાળામાં કેટલા શિક્ષકોની ઘટ છે તેના પર પણ સવાલો પૂછ્યા હતા. 

Shailesh Parmar (@ShailesMParmar) / Twitter

"કેસરી રંગની સાયકલથી દિકરીઓને વાંધો કેમ?"

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં રજૂઆત કરી હતી કે સાયકલનો કલર બદલી દેવામાં આવે કારણ કે તેનાથી દિકરીઓની ઓળખ થઈ જાય છે. જેના કારણે વિદ્યાર્થિનીઓની લાગણી દુભાય છે. જાહેર છે ગુજરાત સરકાર તરફથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની છોકરીઓને કેસરી રંગની સાયકલ આપે છે. શૈલેષ પરમારનો કહેવાનો અર્થ હતો કે સાયકલના કલરથી દિકરીઓની જાતિ ખબર પડી જાય છે જેના કારણે તેને હિનભાવથી જોવામાં આવે છે. દિકરીઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય તેના માટે સાયકલનો કલર બદલી દેવામાં આવે તેવો તેણે સરકારને ઈશારો કર્યો હતો. શૈલેષ પરમારે માગ કરી હતી કે મંત્રીઓની ગાડીનો કલર પણ બદલી દેવો જોઈએ. જેના પર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજકીય ટીપ્પણી ના કરવા અપીલ કરી હતી. 

આ સિવાય શૈલેષ પરમારે શિક્ષણ મામલે પણ વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને પ્રશ્નો કર્યા હતા કે ઘટ ધરાવતી સ્કૂલમાં શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તેવી માહિતી માગી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.