Congressએ વલસાડ Loksabha Seat માટે Anant Patelને બનાવ્યા ઉમેદવાર, સાંભળો MLA Anant Patel કઈ રીતે Valsad Loksabha જીતશે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-13 16:31:04

કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે બીજી યાદી જાહેર કરવામાં આવી. પહેલી યાદીમાં ગુજરાતની એક બેઠક માટે પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ ગઈકાલે જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાતની અનેક બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે.  કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતની 24માંથી 7 બેઠકોનું ચિત્ર ક્લિયર છે. પરંતુ અનેક બેઠક એવી છે જેની ચર્ચા થઈ રહી છે. વલસાડ બેઠક અત્યારે ચર્ચામાં છે કારણ કે ત્યાંથી કોંગ્રેસે આંદોલનકારી નેતા અને હાલના વાંસદાના ધારાસભ્ય અંનત પટેલને મેદાને ઉતાર્યા છે.

ધારાસભ્યોને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે!

વલસાડ બેઠકનું સમીકરણ સમજીએ તો ત્યાં આદિવાસી , ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજનું પ્રભુત્વ વધારે છે જેના કારણે  કોંગ્રેસ હાઇ કમાન્ડે અનંત પટેલને પસંદ કર્યા છે સાથે જ એક વાત ખૂબ ચર્ચામાં છે. આ બેઠક માટે કે વલસાડ જે જીત્યું એ ગુજરાત જીત્યું પરંતુ આ વખતે આ વાત સાચી પડશે કે કેમ એ જોવાનું છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે બે ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. અનંત પટેલ અને સિદ્ધાર્થ ચૌધરી બંને કોંગ્રેસના સીટિંગ ધારાસભ્યો તરીકે ગૃહમાં બેસે છે.અને કોંગ્રેસનો આંતરિક વિખવાદ જે હમેશા ચાલતો રહતો હોય છે એને થાળે પાડવા કોંગ્રેસે ચાલુ ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.


શહેરી વિસ્તારમાં અનંત પટેલનું પ્રભુત્વ કેટલું? 

અંનત પટેલની વાત કરીએ તો તે કોંગ્રેસના વાંસદાના પ્રમુખથી લઈને સરપંચ રહ્યા છે એટલે એની આસપાસના વિસ્તારથી એ વાકીફ છે પણ વલસાડ લોકસભા ખૂબ મોટો વિસ્તાર છે શહેરી વિસ્તારમાં અનંત પટેલનું પ્રભુત્વ કેટલું એ સવાલ છે અમે જ્યારે ન્યાય યાત્રામાં ગયા હતા ત્યારે અમે અનંત પટેલ સાથે વાત કરી હતી કે તમે લોકસભા લડવા તૈયાર છો કે નહીં અને લડશો તો જીતશો. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..