Rajkot અગ્નિકાંડનાં પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ મેદાને! કોંગ્રેસના નેતાઓ 3 દિવસના ઉપવાસ પર બેઠા, સાંભળો શું કહ્યું Jignesh Mevaniએ?


  • Published By :
  • Published Date : 2024-06-07 16:51:56

થોડા દિવસો પહેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. તે આગમાં અનેક પરિવારના ચિરાગો બૂઝાઈ ગયા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા.. 27 લોકોના આ ઘટનામાં મોત થઈ ગયા..આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે.. મૃતકના પરિવાર ન્યાયની આશા રાખી રહ્યા છે.. સત્તાને આ ઘટનાને લઈ સવાલો થાય તે વ્યાજબી છે પરંતુ વિપક્ષને પણ સવાલો થવા જોઈએ. કારણ કે જનતાને લાગે છે કે વિપક્ષ તેમનો અવાજ બની શકે છે.. 

રાજકોટમાં કોંગ્રેસના નેતાઓએ રાખ્યો ધરણા કાર્યક્રમ

પરંતુ અનેક મુદ્દાઓ એવા છે જેને જોતા લાગે કે વિપક્ષ મુદ્દાઓને ઉઠાવવામાં નિષ્ફળ સાબિત થઈ.. વિપક્ષની જે ભૂમિકા હોય છે તેને નિભાવવામાં કાચી સાબિત થઈ.. જે દમથી, જે મજબુતાઈથી વિપક્ષના નેતાઓએ પ્રશ્ન ઉઠાવવો જોઈતો હતો તેવા પ્રશ્નો વિપક્ષ દ્વારા નથી ઉઠાવવામાં આવ્યા.. આ બધા વચ્ચે જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ધરણા પર  બેઠા છે. 

મહત્વનું છે કે જો વિપક્ષમાં ભાજપ હોત તો... 

ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે.. કોંગ્રેસ દ્વારા 72 કલાકના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અલગ અલગ પ્લેકાર્ડ દર્શાવવી વિરોધ કરાઈ રહ્યો છે... રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે જો ભાજપ હમણાં વિપક્ષમાં હોત તો સરકાર પર એટલું પ્રેશર લઈ આવતા કે કાર્યવાહી કરવી પડતી.. ન્યાયની માગ સાથે ભાજપના નેતા રસ્તા પર આવી જતા અને કદાચ મૃતકના પરિવારને ન્યાય અપાવીને રહેતા.. વિપક્ષ હજી ગુજરાતમાં છે તે વાત સારી છે, તે વાત સાબિત થઈ..!



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.