કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી બની રસપ્રદ, દિગ્વિજય સિંહે દાવેદારી પાછી ખેંચી, ખડગેએ ઝંપલાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:06:43

કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીને લઈને ચાલી રાજકારણ ગરમાયું છે, કોંગ્રસના અગ્રણી નેતા મલ્લિકાર્જુન ખડગે પણ આ રેસમાં કૂદી પડ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભાના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે તેઓ થોડીવારમાં ઉમેદવારી પત્ર ભરશે. કોંગ્રેસ પ્રમુખ પદ માટેની આ સ્પર્ધા હવે રસપ્રદ બની રહી છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. દિગ્વિજયે કહ્યું છે કે તેઓ ખડગેના સમર્થક બનશે. ખડગે પહેલા શશિ થરૂરે  પણ પ્રમુખ  પદ માટે ચૂંટણી લડવાની વાત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદ માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે. તમામ સંભવિત ઉમેદવારો આજે તેમના પેપર ફાઇલ કરશે.


થરૂર આજે તેમની દાવેદારી નોંધાવશે!


કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે અત્યાર સુધી શશિ થરૂરનું નામ સામે આવ્યું છે. શશિ થરૂર આજે શુક્રવારે ઉમેદવારી નોંધાવશે. ઝારખંડમાં, ભૂતપૂર્વ પ્રધાન કેએન ત્રિપાઠીએ પણ પક્ષના ટોચના પદ માટે ઉમેદવારી પત્રોનો સમૂહ એકત્રિત કર્યો હતો. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.


ખડગેની એન્ટ્રીથી સ્પર્ધા તીવ્ર બની


મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. મલ્લિકાર્જુન ખડગે આજે સોનિયાને મળશે. મલ્લિકાર્જુનના પ્રમુખ પદ માટે લડવા અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ખડગે 8 વખત ધારાસભ્ય, બે વખત લોકસભાના સાંસદ અને એક વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 2019માં જ લોકસભાની ચૂંટણી હારી ગયા છે. ખડગે દલિત નેતા છે. તેઓ કર્ણાટકના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે