કોંગ્રેસને 24 વર્ષ બાદ આજે બિન-ગાંધી પ્રમુખ મળશે, પાર્ટી મુખ્યાલયમાં મતગણતરી શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 11:35:45

કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખની ચૂંટણી બાદ આજે 10 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસને આજે 24 વર્ષ બાદ બિન-ગાંધી પ્રમુખ મળશે. સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મત ગણતરી બાદ પરિણામ જાહેર કરશે. મત ગણતરી વખતે  પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂરના પ્રસ્તાવક સાંસદ કાર્તિ ચિદંબરમ તથા અન્ય ચૂંટણી એજન્ટ પણ હાજર રહ્યા હતા. બીજા ઉમેદવાર મલ્લિકાર્જુન ખરગે તરફથી સાંસદ સૈયદ નાસિર હુસૈન અને અન્ય નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.


મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં બંધ


દેશના વિવિધ ભાગોમાં બને કોંગ્રેસના તમામ મતદાન કેન્દ્રોમાંથી મત પેટીઓ મંગળવાર સાંજે કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવી હતી, તેને કોંગ્રેસ મુખ્યાલયની અંદર રહેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી હતી.


દિવાળી પછી નવા પ્રમુખ હોદ્દો સંભાળશે


કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, મતગણતરી માટે સાત-આઠ ટેબલ તૈયાર કરવામાં આવશે અને દરેક ટેબલ પર બે વ્યક્તિ હશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રમુખ દિવાળી પછી કોંગ્રેસના મુખ્યાલય ખાતે યોજાનાર કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ચાર્જ સંભાળશે. વિજેતા ઉમેદવારને બુધવારે પ્રમાણપત્ર આપવામાં આવશે કે પછી તે હજુ નક્કી નથી.


અત્રે ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ બુધવારે દિલ્હીમાં રહ્યા હતા. જો કે, રાહુલ ગાંધી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' ચાલુ રાખી હતી એટલે કે મતગણતરી દરમિયાન તેઓ દિલ્હીમાં રહ્યા  ન હતાં.



કોંગ્રેસના 9500 ડેલીગેટએ મતદાન કર્યું હતું


કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ 9500 પ્રતિનિધિઓ (ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો) એ સોમવારે (17 ઑક્ટોબર) પાર્ટીના નવા પ્રમુખને ચૂંટવા માટે મતદાન કર્યું હતું.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે