કોંગ્રેસે કાર્યાલયની બહાર લગાવી કાઉન્ટડાઉન વોચ, કહ્યું એક મહિના બાદ ગુજરાતમાંથી ભાજપ સરકાર જાય છે


  • Published By :
  • Published Date : 2022-11-08 17:42:20

ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મતદાનની ગણતરી હાથ ધરાવામાં આવશે. પ્રચાર દરમિયાન પાર્ટી દ્વારા અવનવા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યા છે. ભાજપે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેઈન લોન્ચ કર્યું છે તો કોંગ્રેસ પણ પ્રચારમાં નવું લાવી છે. કોંગ્રેસે મુખ્ય કાર્યાલય રાજીવ ભવન કાર્યાલય ખાતે કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવી છે. કોંગ્રેસે ટ્વિટ કરી લખ્યું કે બરાબર એક મહિના પછી ગુજરાતમાંથી જનવિરોધી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે.


કોંગ્રેસે કાર્યાલય બહાર લગાવી કાઉન્ટડાઉન વોચ

ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. પોતાના પ્રચાર માટે દરેક પાર્ટી અવનવા પ્રયોગ કરી રહી છે તેમજ નવા-નવા કેમ્પેઈન લોન્ચ પણ કરી રહી છે. એક તરફ ભાજપે નવું સ્લોગન આપ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પરિવર્તન કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પી.ચિદમ્બરમ તેમજ રઘુ શર્માની ઉપસ્થિતિમાં સત્તાની કાઉન્ટડાઉન વોચ લગાવવામાં આવી છે.

  

ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે - કોંગ્રેસ

કોંગ્રેસે પણ જોરશોરથી પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ઘરે ઘરે જઈ કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. પ્રચારના ભાગરૂપે કોંગ્રેસે પોતાના કાર્યાલય ખાતે કાઉન્ટડાઉન વોચ રાખી છે. કોંગ્રેસે પોતાના ટ્વિટર પર લખ્યું કે પરિવર્તનનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવી ગયું છે. બરાબર એક મહિના પછી ગુજરાતમાંથી જનવિરોધી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે