Rajkot અગ્નિકાંડ મામલે Congressએ ઉઠાવ્યા અનેક સવાલ, હેમાંગ રાવલનો સવાલ ધવલ ઠક્કર માત્ર મહોરું, મુખ્ય માથાઓ કોણ?


  • Published By :
  • Published Date : 2024-05-31 13:01:54

શનિવારે રાજકોટમાં બની ઘટનામાં 27 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ.. મૃતકના પરિવાર શોકમાં ડૂબેલો છે.. અનેક પરિવારોએ પોતાના જવાન દીકરાને ગુમાવ્યા છે.. આવી દુર્ઘટનાઓ ગુજરાતમાં પહેલી વખત બની તેવું નથી, આની પહેલા પણ અનેક દુર્ઘટનાઓ ગુજરાતમાં બની છે. તપાસ થાય છે, પણ કેવી તે આપણે જાણીએ છીએ.. ઘટના બાદ સવાલ થાય કે કાર્યવાહીના નામ પર નાની માછલીઓ વિરૂદ્ધ એક્શન લેવામાં આવે છે પરંતુ મોટા મગરમચ્છ છુટીને જતા રહે છે. તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. 

ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી આ માગ

આ વખતે પણ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના માલિકોને પકડવામાં આવ્યા તેમાંથી એક માલિક જેનું નામ  ધવલ ઠક્કર છે એ તો ટાયર પંચરની દુકાન ચલાવે છે હવે આ ધવલ પાછળ કોણ છે એ સવાલ ગુજરાત કોંગ્રેસ કરી રહી છે.... ગઈકાલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે એક પત્રકાર પરિસદ યોજી જેમાં થોડા વર્ષો પહેલા અમદાવાદમાં ટાયર પંચરની દુકાન ચલાવતો ધવલ ઠક્કર અચાનક ટીઆરપી ગેમ ઝોનનો માલિક કઈ રીતે બન્યોએ સવાલ ઉઠાવ્યો. ધવલ ઠક્કર આ કેસમાં માત્ર મહોરું છે, તેની પાછળના મુખ્ય માથાં કોણ છે તેની તપાસ થવી જોઇએ.

થોડા વર્ષો પહેલા રાજકોટ ગયો હતો ધવલ! 

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં સરકાર ફાસ્ટટ્રેક કોર્ટ બનાવીને કેસ તાત્કાલિક ચલાવે તેવી માગ કોંગ્રેસે કરી છે હેમાંગ રાવલે કહ્યું કે અમદાવાદમાં સીટીએમ પાસે સાઇકલ રિપેરીંગ અને પંક્ચરની દુકાન ચલાવતા ધવલ ઠક્કર . થોડા વર્ષોથી તે રાજકોટ રહેવા ગયો હતો અને આ વ્યકિત ભાડાના મકાનમાં રહે છે. રાજકોટમાં સલૂન-સ્પામાં નોકરી કર્યા પછી ટીઆરપી ગેમઝોનમાં માસિક રૂ. 14 હજારના પગારે નોકરી કરતો હતો, પણ મૂળ માલિકે એગ્રિમેન્ટ સાઇન કરાવી હતી અને મોટાભાગનું કામ ધવલના નામે ચલાવવામાં આવતું હતું. તે ઉપરાંત સાંસદ રામ મોકરિયા દ્વારા કરવામાં આવેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે