રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નથી, પરિવાર બચાવો યાત્રા છેઃ રવિશંકર પ્રસાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:49:16

એક તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં વ્યાપેલી નિરાશાને દુર કરવા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહ્યા છે. તો બીજી તરફ આ યાત્રાના બહાને ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કટાક્ષ કરતા આ યાત્રાને તેમની પરિવાર બચાવવાની યાત્રા બતાવી દીધી. 


ભારત જોડો યાત્રા પર રવિશંકર પ્રસાદની ટિપ્પણી 

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારને ઘેરવા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડવા રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા છે. તેને અનુલક્ષી કન્યાકુમારીથી કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરવાના છે. ત્યારે આ યાત્રા પર રવિશંકર પ્રસાદે ટિપ્પણી કરતા કહ્યું કે કોંગ્રેસના પોતાના જૂના સમર્પિત લોકો, સમર્પિત નેતા કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, અને રાહુલજી દેશ જોડવા ચાલી નિકળ્યા છે. રાહુલજી તમે પહેલા પોતાનું ઘર, પાર્ટી જોડે ત્યારબાદ દેશ જોડવાની વાત કરે.


રાહુલ ગાંધી દ્વારા ઉઠાવેલ સર્જિકલ સ્ટ્રાઈકના પ્રશ્ન પર કર્યો પલટવાર

2019માં ભારતીય સેનાએ PoKમાં ઘૂસી આતંકવાદીઓનો ખાતમો કરી ઉરી હુમલામાં શહીદ થયેલા 18 જવાનોની શહાદતનો બદલો લીધો હતો. ભારતીય સેના તેમજ ભારતીય લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ત્યારે રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈકનું પ્રમાણ માગ્યું હતું. ત્યારે આ યાત્રા પર પલટવાર કરવા રવિશંકર પ્રસાદે આ મુદ્દાને યાદ કર્યો છે.

 તેમણે જવાબ આપતા કહ્યું કે હિંદુસ્તાનની એક સંસ્કૃતિ રહી છે કે સેનાની સહાદત, સેનાનું શોર્ય અને સેનાનું બલિદાન પર ક્યારે સવાલ નથી કરતા. રાહુલ ગાંધી તમે તો એનું પ્રમાણ માગ્યું હતું. રાહુલ ગાંધી તમે દેશની વ્યૂહાત્મક સુરક્ષા અને સેનાના ત્યાગને પણ તોડવાની કોશિશ કરી છે, અને તમે દેશ જોડવાની વાત કરો છો.

   

ચૂંટણી આવતા શરૂ આક્ષેપ-પ્રતિઆક્ષેપના દોર 

લોકસભાની ચૂંટણી હોય કે વિધાન સભાનો જંગ હોય ત્યારે પોતાની પાર્ટી જ કામ કરે છે તેવું બતાવવામાં કોઈ પણ પક્ષ પાછો નથી પડતો. પોતાની પાર્ટી જ સારી છે અને બીજી પાર્ટી ખરાબ છે તેવું અનેક વાર નેતાઓ પોતાના ભાષણમાં કહેતા જોવા મળે છે. ભાજપની યોજનાને કોંગ્રેસ ખોટુ પાડવા મથામણ કરે છે તો જ્યારે કોંગ્રેસ કોઈ યોજના લાવે છે તો ભાજપ તેના પર પ્રશ્ન ઉઠાવે છે. ત્યારે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે