મારો બૂથ મારો ગૌરવ અભિયાન અંતર્ગત જનસંપર્ક બાંધવા કોંગ્રેસનો પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 17:32:51

 જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ પણ ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તેમજ ભાજપ બાદ કોંગ્રેસ ચૂંટણીને લઈ સક્રિય થયું છે. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા હતા.  મતદારો સુધી 8 વચનો પહોંચવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. મારુ બુથ મારૂ ગૌરવ અભિયાન અંતર્ગત લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જગદીશ ઠાકોરે પોતાના બુથ પરથી આ અભિયાનની શરૂઆત કરી છે.


મતદારો સુધી પહોંચવા કોંગ્રેસનો પ્રયાસ

ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ કોંગ્રેસ પણ પોતાનો પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા હતા. લોકો સુધી આ 8 વચનો પહોંચાડવા માટે કોંગ્રેસે અભિયાનની શરુઆત કરી છે. વચનોની યાદી લોકો સુધી પહોંચાડવા માટે મેરા બુથ મેરા ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત 1 કરોડ 55 લાખ પરિવાર સુધી પહોંચવા કોંગ્રેસ  પ્રયાસ કરી રહી છે. 

Gujarat Congress Appointment Of 7 Acting Presidents For The First Time In  The History Of Gujarat Congress | Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના  ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક ...

ભાજપ અને આપ બાદ કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં ભાજપ અને આપ બાદ કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચાર કરવામાં પાછી પાની નથી કરી રહ્યું. અલગ-અલગ વચનો આપી મતદારોને પોતાની તરફ પાર્ટીઓ આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના 1 કરોડ 55 લાખ પરિવાર સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે