PM Modiને Congressએ ઘેરી, Mallikarjun Khargeએ કહ્યું પીએમ મોદી લક્ષદીપ જાય છે. પરંતુ Manipur કેમ નથી જતા?


  • Published By :
  • Published Date : 2024-01-06 14:17:10

લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ રહી છે. રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. અયોધ્યા મંદિરને લઈ ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ મણિપુરને લઈ ચર્ચા થઈ રહી છે. મણિપુરમાં પીએમ મોદી કેમ નથી ગયા તેવી ચર્ચાઓ અનેક વખત થતી હતી કોંગ્રેસે અનેક વખત આવા સવાલો પૂછ્યા છે. ત્યારે ફરી એક વખત મણિપુર મુદ્દે પીએમ મોદી પર નિશાન મલ્લિકાર્જુન ખડગેએ સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુરમાં દુર્ભાગ્ય ઘટના થઈ, પરંતુ પીએમ મોદી ત્યાં નથી ગયા. તે રામ મંદિરની સાઈટ અથવા તો બીચ પર જઈ રહ્યા છે અને ફોટા પડાવી રહ્યા છે. 

મણિપુર મુદ્દે પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ 

મણિપુરમાં હિંસા પ્રતિદિન વધી રહી છે. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. માહોલ શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહ્યું છે. અનેક વખત મણિપુર મુદ્દાને લઈ રાજકારણ ગરમાયું છે. પીએમ મોદીને મણિપુર મુદ્દે અનેક વખત કોંગ્રેસે ઘેરી છે. સંસદમાં જ્યારે વિશેષ સત્ર હતું ત્યારે ભડકેલી હિંસાને લઈ હોબાળો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ એક મોકો નથી છોડતી મણિપુરને લઈ પીએમ મોદીને પ્રશ્ન પૂછવાનો. એક તરફ અયોધ્યાની ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. શનિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ પર નિશાન સાધ્યું છે.

'આ મહાપુરૂષ મણિપુર કેમ નથી જતા' - મલ્લિકાર્જુન ખડગે 

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, પરંતુ વડાપ્રધાન મોદી ત્યાં ગયા નહીં. તેઓ રામ મંદિર સાઇટ અથવા બીચ પર જાય છે અને ફોટો સેશન કરાવે છે. તે મુંબઈ કે કેરળ જાય, દરેક જગ્યાએ જાય, તમે તેના ફોટા બધે જ જોઈ શકો છો...તેના ફોટા એવા પડે છે જાણે ભગવાન તેમને દર્શન આપી રહ્યા હોય. પણ આ મહાપુરુષ મણિપુર કેમ નથી જતા? મલ્લિકાર્જુન ખડગેએ આ નિવેદન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું. 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થવાની છે જે અંગેની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ પીએમ મોદી લક્ષદ્વીપ ગયા હતા. બીચ પરના અનેક ફોટો વાયરલ થયા હતા.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે