પરાઠા પર જીએસટીના નિર્ણયને કોંગ્રેસે જન વિરોધી ગણાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:36:49

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે પરોઠા પર GST લગાવી દેવામાં આવ્યો છે. રોટલી અને પરોઠામાં ભેદ છે એમ કહીં તેના પર 18 ટકા ટેક્સ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ વાતનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ આ નિર્ણયને જન વિરોધી નિર્ણય ગણાવ્યો હતો.   

કેન્દ્રની ભાજપ સરકારનો વધુ એક જન વિરોધી નિર્ણય - કોંગ્રેસ 

વધતી મોંઘવારી પર ટિપ્પણી આપતા તેમણે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારનો વધુ એક જન વિરોધી નિર્ણય છે. જે રીતે પહેલા દૂધ, છાસ અને જીવન જરૂરિયાત વસ્તુ પર જીએસટી લગાવી દેવામાં આવ્યું છે. જીવન જરૂરી વસ્તુ પર 5 ટકા જીએસટી લગાવવાને બદલે 12થી 15 ટકા કરી  મોંઘવારીનો વધારો કર્યો છે.  


સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું: મનીષ દોશી

વધુમાં તેમણે કહ્યું કે ટેક્સના નામે લુંટ, જીએસટીના નામે લૂંટ થઈ રહી છે. સામાન્ય માણસને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. મોંઘવારી અને બેરોજગારી આસમાને છે. આ સંજગોની અંદર સરકારે જનતાને વધુ એક માર આપ્યો છે. તે છે પરોઠા પર 18 ટકા જીએસટી. મને લાગે છે કે સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે.  




દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.