Congress : Gujaratમાં બાકી રહેલી Loksabha Seat અંગે આવ્યા અપડેટ! જાણો ઉમેદવારોની રેસમાં કોણ ક્યાંથી ચાલી રહ્યું છે આગળ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-26 10:16:13

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પુરી થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી ફુલ ઇલેકશન મોડમાં આવી ગઈ છે . દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયે  સેન્ટ્રલ ઇલેકશન કમિટીની બેઠકનો ધમધમાટ ચાલુ છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ અનેક બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. ગુજરાતમાં બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે જાણીએ ગુજરાતની બાકી રહેલી બેઠકોના સંભવિત ઉમેદવારો વિશે.. 



અનેક સમીકરણોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ આપી રહી છે ટિકીટ! 

વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો તેને ગુજરાત માટે બધા જ નામો જાહેર કરી દીધા છે . તો આ તરફ કોંગ્રેસ પાર્ટીની સેન્ટ્રલ ઇલેકશન કમિટીમાં ગુજરાતની બાકી રહેલી સીટો પર ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અનેક ધારાસભ્યોને ટિકીટ આપી છે, ધારાસભ્યો હવે લોકસભા ચૂંટણી લડશે. કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારો પાછળ મનોમંથન કરવામાં આવી રહ્યું છે. જાતિગત સમીકરણો સહિતના અનેક પરિબળોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. 

  

સી.આર.પાટીલ સમક્ષ કોંગ્રેસ આમને આપી શકે છે લોકસભા ટિકીટ 

નવસારી લોકસભા પરથી ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ચૂંટણી લડવા માટે મેદાનમાં છે તો કોંગ્રેસ કોળી સમાજના શૈલેષ પટેલને ઉતારી શકે છે. તેઓ ડેપ્યુટી સરપંચ પણ રહી ચુક્યા છે અને ચીખલી તાલુકાના કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ છે. આ શૈલેષ પટેલની કોળી સમાજમાં તો પકડ છે જ પણ આદિવાસી સમાજમાં પણ સારી એવી પકડ ધરાવે છે. 


આ ઉમેદવારો હોઈ શકે છે જૂનાગઢ લોકસભા બેઠક માટે!

જૂનાગઢમાં BJPના રાજેશ ચુડાસમા કે જે કોળી સમાજના છે તેમની સામે આહીર સમાજના  હીરાભાઈ જોટવાને ટિકીટ આપવામાં આવી શકે છે તેવી સંભાવનાઓ છે. તેઓ કેશોદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા છે પણ હારી ગયા હતા આ ઉપરાંત જૂનાગઢ પરથી બીજા એક સંભવિત ઉમેદવાર તરીકે જલ્પા ચુડાસમા કે જેઓ કોળી સમાજના છે તેમનું નામ પણ ચાલી રહ્યું છે તેઓ હાલના સોમનાથના વર્તમાન MLA વિમલ ચુડાસમાના ધર્મપત્ની છે.


રોહન ગુપ્તાની બદલીમાં કોંગ્રેસ આપી શકે છે આમને ટિકીટ   

આ તરફ અમદાવાદ પૂર્વ માટે પહેલા કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકીટ આપી હતી પરંતુ તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને રાજીનામું આપી દીધું છે બેઠક પરથી. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિમ્મત સિંહ પટેલને કોંગ્રેસ પાર્ટી ટિકીટ આપી શકે છે. તેઓ બાપુનગરના MLA રહી ચુક્યા છે અને અમદાવાદના મેયર પણ રહી ચુક્યા છે. વાત કરીએ મહેસાણા લોકસભા પરથી BJPના હરિભાઈ પટેલની સામે બળદેવજી ઠાકોરને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. તેઓ કલોલ વિધાનસભા બેઠકના MLA પણ રહી ચુક્યા છે.


ઋત્તવિક મકવાણા હોઈ શકે છે સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર  

વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની તો કોંગ્રેસ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકિટ આપી શકે છે. તેઓ તળપદા કોળી સમાજના છે, BJPએ ચંદુભાઈ શિહોરા કે જે ચુવાળિયા કોળી સમાજના આગેવાન છે તેમને ટિકિટ આપી છે. ઉપરાંત વાત કરીએ રાજકોટ બેઠકની તો ત્યાંથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું હતું , તેઓ ચૂંટણી લડવા પાછીપાની કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ પરથી BJP ના પુરષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ હિતેશ વોરાને ટિકિટ આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ કોને ટિકીટ આપે છે... 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.