ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ઉમેદવારના નામ એક બાદ એક જાહેર થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. આ દરમ્યાન હવે અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસે જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને ફરી રિપીટ કરતાં હવે કકળાટ સામે આવ્યો છે. 
કોંગ્રેસએ ગઈ કાલે રાતે મોડી સાંજે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. જોકે ઉમેદવાર જાહેર થતા કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. જેમાં જમાલપુર ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ મળતા વિરોધ થયો છે. વિગતો મુજબ NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ વાત આટલે થી નહીં અટકતા નારાયણ ભરવાડ, સંજય સોલંકી સહિતના કાર્યકરોએ રાજીનામા પણ આપી દીધા છે.
હવે બનશે નવા સમીકરણ !!!
જમાલપુર ખાડિયામાં શાહનવાઝ અને ઇમરાન ખેડાવાલા ગ્રુપ વોર ચાલતા હવે વિરોધ વધ્યો છે. જમાલપુર ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ મળતા NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરાયા બાદ અનેક કાર્યકરોએ રાજીનામાં આપી દીધા છે. જેને લઈ હવે સંજય સોલંકી જમાલપુર ખાડિયાથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. આ સાથે આજે NSUI કાર્યકરો પ્રદેશ કાર્યાલય પર વિરોધ કરશે.
                            
                            





.jpg)








