ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. તબક્કવાર આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસ પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ પોતાના ટ્વિટર પર મૂકી રહી છે જેમાં ભાજપ અને કોંગ્રેસ સરકાર વચ્ચે તુલના કરવામાં આવી છે. કોંગ્રેસે લખ્યું કે ભાજપને મત એટલે અને બાજુમાં લખ્યું કોંગ્રેસને મત એટલે....
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર વોર
કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રચાર દરમિયાન પાર્ટી બીજી પાર્ટી પર આરોપ-પ્રતિઆરોપ લગાવતી રહે છે. મંચ પરતો પોતાની પાર્ટીના વખાણ કરવામાં આવે છે ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે લખ્યું કે ભાજપને મત એટલે મોંઘા ગેસના બાટલાને તક કોંગ્રેસને મત એટલે માત્ર 500 રૂ.માં ગેસ.
શિક્ષણ મુદ્દે પણ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. ભાજપને મત એટલે દીકરીઓને મોંઘી શિક્ષણ વ્યવસ્થાને તક, કોંગ્રેસને મત એટલે દીકરીઓને કેજીથી લઈને માસ્ટર ડીગ્રી સુધી મફત શિક્ષણને તક. ખાનગી હોસ્પિટલોના મોંઘા બિલને તક, અને કોંગ્રેસને મત એટલે 10 લાખ સુધી મફત સારવારને તક.
                            
                            





.jpg)








