શિક્ષણ મુદ્દે કોંગ્રેસ કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ, Gyan sahayakનો Congress કરશે વિરોધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-05 16:58:45

ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં  આવે તે માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. વિવિધ પ્રકારે ઉમેદવારોએ પોતાનો વિરોધ નોંધાવ્યો. પરંતુ સરકાર પોતાના નિર્ણય ઉપર અટલ છે. સરકાર ટસની મસ નથી થઈ. ઉમેદવારોના સમર્થનમાં ભાજપના અનેક ધારાસભ્યોએ પત્રો લખ્યા હતા. ભાજપ સિવાય કોંગ્રેસના ધારાસભ્યો પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે ત્યારે આવતી કાલે જ્ઞાન સહાયકોના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ ધરણા કરશે તેવી માહિતી સામે આવી છે. શિક્ષણ બચાવો ધરણા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.

શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન કથળતી જઈ રહી છે 

શિક્ષણની પરિસ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. શિક્ષણની પરિસ્થિતિ કયા હદ સુધી લથતી ગઈ છે તે આપણે સૌ જાણીએ છીએ. શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. બાળકોને ભણાવવા મોંધું થઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં શાળાની હાલત એકદમ જર્જરિત હોય, શાળામાં શિક્ષકો ન હોય વગેરે વગેરે... શિક્ષણ મેળવવો દરેક બાળકોનો અધિકાર છે. જો બાળકને શિક્ષણ સારૂ મળ્યું હશે તો તે પોતાના જીવનમાં પ્રગતિ કરી શકશે. પોતાના પગ પર ઉપર ઉભો રહી શકે છે. પરંતુ જે હાલત હમણાં શિક્ષણની થઈ ગઈ છે તે દયનીય છે.

  

અલગ અલગ રીતે સરકારને કરી છે રજૂઆત 

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચાલી નિકળ્યા છે. અલગ અલગ રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. જ્ઞાન સહાયકને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત અનેક અધિકારીઓને પત્ર લખી તેમને પોતાની વાત રજૂ કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. ત્યારે ભગવાનના શરણે પણ ઉમેદવારો પોતાની માગ સાથે ગયા હતા. હનુમાનજીને, શિવજીને, ગણપતિજીને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી. તે ઉપરાંત ગાંધી જયંતિના ગાંધીને પત્ર ઉમેદવારોએ લખ્યો હતો. યુવરાજસિંહ પણ તેમની સાથે આવ્યા હતા. મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રેલી કરી હતી. ત્યારે આવતી કાલે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ ધરણા કરવાના છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે