નવસારીમાં પોલીસકર્મીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય પટેલે પોલીસ ક્વાટર્સમાં ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવતા સમગ્ર જિલ્લા પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ચીખલી પોલીસની ટીમ દ્વારા હેડ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
શા માટે કરી આત્મહત્યા?
હેડ કોન્સ્ટેબલ સંજય પટેલની આત્મહત્યા અંગે પોલીસે પ્રાથમિક તપાસના ભાગરૂપે હાલ પરિવારજનોની પૂછપરછ કરી હતી. તપાસ અંતે જાણવા મળ્યું કે તે સ્થાનિક સ્તરે લોકોમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા. જો કે તે પોતાની બિમારીના કારણે ખુબ જ પરેશાન રહેતા હતા. આ અંગે તેઓ પરિવાર અને સાથી કર્મચારીઓ સાથે પણ અનેક વખત વાતચીત કરતા રહેતા હતા. અંતે કંટાળીને તેમણે આ અંતિમ પગલું ઉઠાવ્યું હોવાનું પોલીસ માની રહી છે.






.jpg)








