અમદાવાદના ગોતામાં કોન્સ્ટેબલનો પરિવાર સાથે આપઘાત, સ્યુસાઈડ નોટમાં છેલ્લે લખ્યું 'પોલીસને ગ્રેડ પે આપજો'


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:02:33

પરિવાર સાથે કૉન્સ્ટેબલનો આપઘાત, કારણો અંગે તર્કવિતર્ક


અમદાવાદના ગોતામાં એક પોલીસ કોન્સ્ટેબલે તેની પત્ની અને 3 વર્ષની દિકરી સાથે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ગોતા વિસ્તારના  Divaa હાઈટ્સમાં રહેતા પોલીસકર્મીએ મોડી રાત્રે પરિવાર સાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમીક માહિતીમાં કહેવાઈ રહ્યું છે કે પહેલા પત્નીએ 12માં માળેથી કુદકો માર્યો અને અમુક જ ક્ષણોમાં પોતે બાળક સાથે કુદકો લગાવી દીધો હતો.


પોલીસ કર્મચારી ભાવનગરનો વતની


આત્મહત્યાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મહત્યા કરનારા પોલીસકર્મીનું નામ કુલદીપસિંહ ભરતસિંહ યાદવ છે અને તે  ભાવનગર જિલ્લાના શિહોરના વતની છે. તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને એકાઉન્ટ શાખામાં કામ કરતા હતાં. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન સાથે શા માટે આપઘાત કર્યો તેનાં કારણો જાણવા પોલીસે તજવીજ શરૂ કરી છે. કુલદીપસિંહને નજીકથી ઓળખતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું આત્મઘાતી પગલું કેમ ભર્યું એ હજી સુધી સમજાતું નથી. પડોશમાં જ રહેતા તેમનાં બહેનને પણ અંદાજ નહોતો કે કુલદીપસિંહ અને તેમનાં પત્ની આવું પગલું ભરશે.


'પોલીસનો ગ્રેડ પે વધે એ અંતિમઈચ્છા'


આત્મહત્યા કરનારા પોલીસકર્મીએ તેની સ્યુસાઈડ નોટમાં પણ પોલીસ ગ્રેડ પે વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ દ્વારા થતી હેરાનગતિનો ઉલ્લેખ પણ કર્યો છે. કુલદીપસિંહ યાદવે છેલ્લે લખ્યું હતુ કે આઈપીએસ પૈસા બહુ ખાય છે અને પગાર  વધવા નથી દેતા.


સ્યુસાઈડ નોટમાં મિત્રોને યાદ કર્યા, બહેનને પૈસા આપવાનું કહ્યું



આત્મહત્યા પુર્વે લખેલી સ્યુસાઈડ નોટમાં કુલદિપ સિંહે પરિવાર જનો, મિત્રો. સગાસંબંધીઓને અને સહકર્મીઓના નામનો ઉલ્લેખ કરીને તેમને યાદ કર્યા હતા, તેમના મિત્રોને મોજથી જીવવાની અને જિંદગીમાં જલ્સા કરવાની સલાહ આપી હતી. મિત્ર પાસેથી ઉછીના લીધેલા હજાર રૂપિયા પાછા આપવાની પણ જીજાજીને ભલામણ કરી હતી. માતા પિતાને શાંતિથી નિવૃત જીવન જીવવા અને ભગવાનના કામ કરવાની પણ તેમણે સલાહ આપી હતી. એક મિત્રને  તો મસાલા નહીં ખાવાની પણ સલાહ આપી હતી.. અંતે જેને ઉછીના પૈસા આપ્યા હતા તે લોકોને પણ પૈસા પોતાના ભાઈને પરત કરવાની વિંનતી કરી હતી અને  પૈસા ન આપો તો પણ કાંઈ નહી તેમને પણ જલ્સા કરવાની સલાહ કુલદીપ સિંહ આપતા ગયા.




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..