જમવાની વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત! Ahmedabadની ફેમસ ITC Narmada Hotelના સંભાર માંથી પણ જીવડું નીકળ્યું!


  • Published By :
  • Published Date : 2024-09-12 16:28:51

ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવી જાણે સામાન્ય વસ્તુ થઈ ગઈ છે.. અનેક વખત આપણી સામે એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં ખાવાની વસ્તુમાંથી કાં તો ગરોડી નીકળે છે કાં તો દેડકો નીકળે છે. ત્યારે ફરી એક વખત ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળી છે.. તમે જો બહાર મોટી મોટી હોટલનું ખાવાનું ખાવાના શોખીન છો તો તમને આ સમાચાર સાંભળીને ધ્રાસકો પડી જશે કારણ કે મોટી ફાઇવ સ્ટાર હોટલોના ખાવાનામાંથી પણ હવે જીવાત નીકળી છે હોટલનું નામ છે આઈટીસી નર્મદા.. 

ITC નર્મદા હોટલના જમવામાંથી નીકળી જીવાત

આ વાંચીને તમને આઘાત લાગ્યોને... પરંતુ આ વાત સાચી છે.. આવું સાચે થયું છે.. સેટેલાઈટ વિસ્તારમાં કેશવબાગ પાસે આવેલી ITC નર્મદા હોટલમાં ગ્રાહકને ભોજનમાં સાંભારમાંથી જીવડું નીકળ્યું છે. ગ્રાહક દ્વારા આ મામલે મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી એટલે ટીમ તાત્કાલિક હોટલે પહોંચી હતી. કિચનમાં તપાસ કરી હતી. હોટલને માત્ર રૂ.50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રાહકે એ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેના કારણે બધાને જાણ થઈ.. 



શું હતી આખી ઘટના?

મૂળ વાત એવી હતી કે  ITC નર્મદા હોટલમાં એક વ્યક્તિ રોકાયો હતો. તેણે ભોજન મંગાવ્યું. સાંભાર ખાવા માટે અંદર જોયું તો જીવડાં જેવું કંઈક દેખાયું. તેમણે હોટલના મેનેજરને બોલાવી ફરિયાદ કરી અને બાદમાં તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ જાણ કરી હતી. જેથી કુડ વિભાગની ટીમ ત્યાં પહોંચીને ચેકિંગ કર્યું 



શું કહ્યું ફૂડ વિભાગના અધિકારીએ?

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, હોટલ ITC નર્મદામાં ગ્રાહકને રૂમમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાંથી જીવડું નીકળ્યું હોવાની ફરિયાદ મળતા ટીમ દ્વારા ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે. હોટલના કિચનમાં ક્યાંય પણ જીવાત કે અન્ય કોઈ ચીજવસ્તુઓ એવી મળી આવી નથી. જેથી જીવડું નીકળવાની ઘટનાને પગલે રૂપિયા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.