JNUની દીવાલો પર ફરી લખાયા વિવાદાસ્પદ સૂત્રો, ફ્રી કાશ્મીર અને PM મોદી વિરુદ્ધ જોવા મળ્યા આ નારા


  • Published By :
  • Published Date : 2023-10-01 13:19:50

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફરી એકવાર વિવાદાસ્પદ સૂત્રોનો મામલો સામે આવ્યો છે. JNUની દિવાલો પર વિવાદાસ્પદ સૂત્રો લખેલા જોવા મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP), વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીરને લઈને વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવ્યા છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની દિવાલો પર 'ભગવા જલેગા, મોદી તેરી કબર ખુદેગી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. તે જ પ્રકારે, 'ફ્રી કાશ્મીર' અને 'IOK (ભારતના કબજા હેઠળનું કાશ્મીર)' જેવા નારા લખવામાં આવ્યા છે. આ સ્લોગન લાલ અને વાદળી રંગમાં લખેલા છે. ઘણી જગ્યાએ આ સ્લોગન પણ બ્લુ પેઇન્ટથી ફ્લોર પર લખવામાં આવ્યા છે.


કોણે લખ્યા છે આ વિવાદિત સુત્રો?


જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની સ્કૂલ ઓફ લેંગ્વેજની દિવાલો પર આ વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવ્યા છે. જો કે, આ કોનું કૃત્ય છે તે અંગે JNU પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો કે, જેએનયુ પ્રશાસનના ધ્યાન પર લાવવામાં આવ્યા બાદ તેને કાઢી નાખવા અને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠન  ABVPએ ડાબેરી વિદ્યાર્થી સંગઠનો પર આ વિવાદાસ્પદ સૂત્રો લખવાનો આરોપ લગાવ્યો હતો.


અગાઉ પણ જાતિ વિશેષ વિરૂધ્ધ લખાયા હતા સુત્રો


ઉલ્લેખનિય છે  કે એક વર્ષ પહેલા પણ જેએનયુની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝની દિવાલો પર વેપારી જાતિ વિરૂધ્ધ 'बनिया भारत छोड़ो, हम आएंगे हम बदला लेंगे' સૂત્રો લખવામાં આવ્યા હતા. તે સમયે પણ જેએનયુ વિવાદોમાં સપડાઈ હતી. એટલું જ નહીં, તે સમયે જેએનયુના કેટલાક શિક્ષકોની નેમ પ્લેટ પણ કાળી કરવામાં આવી હતી અને તેના પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ લખવામાં આવી હતી. આ પછી, યુનિવર્સિટી પ્રશાસને એક તપાસ સમિતિની રચના કરી હતી, પરંતુ તે સમિતિએ તેના તપાસ અહેવાલમાં આ ગુનો કરનારા તત્વોને જાહેર કર્યા નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે